ક્રાઇમ:મુન્દ્રામાં બાઇક ચોરતી અને કારના કાચ તોડતી ગેંગ જબ્બે

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 1 લાખ 80 હજારની 7 બાઇકો કબજે કરી

મુન્દ્રાના બારોઇ રોડ પરથી બાઇકોની ચોરી કરતા અને કારના કાચ તોડતી ગેંગના બે સગીર સહિત ત્રણ શખ્સોને ઝડપી પાડી આરોપીઓના કબજામાંથી પોલીસે 1 લાખ 80 હજારની કિંમતી સાત બાઇકો કબજે કરી ચોરીનો ભેદ ઉલ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મુન્દ્રા પોલીસે ચોકસ બાતમીના આધારે ત્રણ જણને ચોરાઉ બાઇક સાથે બારોઇ રોડ પરથી પકડી પાડ્યા હતા જેમાં બે સગીરવયના છોકરાઓ અને એક બારોઇ રોડ પર રહેતો મુળ બિહારનો અશોકકુમાર દિનેશપ્રસાદ કુસ્વાહ (ઉ.વ.20)ની ધરપકડ કરીને આરોપીઓની પછતાછમાં મુન્દ્રાના અલગ અલગ વિસ્તારમાંથી બાઇકો અને બુલેટની ચોરી કરી હોવાનું સામે આવતાં આરોપીઓના કબજામાંથી પોલીસે સાત બાઇકો કબજે લઇ ત્રણે વિરૂધ ગુનો નોંધી વધુ વિગતો જાણવા તપાસ હાથ ધરી છે.

આ કામગીરીમાં પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ ભાવેશભાઇ જે ભટ્ટની સુચનાથી હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગોહિલ, જયેન્દ્રસસિંહ ઝાલા, અશોકભાઇ કનાદ, જયદેવસિંહ ઝાલા, રાજદીપસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...