આયોજન:કચ્છના મુસ્લિમ કુંભાર સમાજના કારીગરોને રોજગારી મળે તેવું આયોજન સમાજ દ્વારા કરાશે

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુજમાં મળેલી અખિલ કચ્છ મુસ્લિમ કુંભાર સમાજની બેઠકમાં પ્રમુખપદે રફીક મારાની વરણી

ભુજ ખાતે અખિલ કચ્છ મુસ્લિમ કુંભાર સમાજની મીટીંગ મળી હતી જેમાં સર્વાનુમતે પ્રમુખ પદે ભુજના સામાજિક-રાજકીય અગ્રણી રફીકભાઈ મારાની વરણી કરવામાં આવી હતી.

આ બેઠકમાં ખાસ કરીને જિલ્લામાં મુસ્લિમ સમાજમાં સૌથી વધુ વસ્તી ધરાવતા કુંભાર સમાજમાં એજયુકેશન ક્ષેત્ર એક શૈક્ષણિક સંકુલ (હોસ્ટેલ)ભુજમાં બનાવવા ચર્ચા થઈ હતી. તેમજ કચ્છમાં ખુણે ખુણે વસ્તા કુંભાર સમાજના લોકો એક બીજા સાથે સીધા સંપર્કમાં આવે તેના માટે નામ-સરનામા વાળી પત્રીકા પણ બનાવાશે.સમૂહ શાદી,તાલુકા સ્તરે મેડીકલ કેમ્પ, શાળા કોલેજના હોશિયાર બાળકોનો સન્માન સમારોહ યોજવામાં આવશે. તેમજ એજયુકેશન ટ્રસ્ટ અને મેડીકલ ટ્રસ્ટની સ્થાપના કરી સમાજના લોકોને શૈક્ષણિક અને મેડીકલ ક્ષેત્રે સમાજ મદદરૂપ થશે. કુંભાર સમાજની સંસ્કૃતિ જળવાઈ રહે તેના માટે કુંભારી માટીકામ કરતા કારીગરોને સરકાર તરફથી આર્થિક સહાય તેમજ લોકમેળા અને રોજગારીની ઉપજ ઉભી કરવાનું આયોજન સમાજ દ્વારા કરવામાં આવશે.

આ મીટીંગમાં ૨ાપ૨ તાલુકા પ્રમુખ હાજી ઈસ્માઈલ હાજી ઈશા પણકા, મુંદરા તાલુકા પ્રમુખ હાજી મામદ આમદ બોલીયા, માંડવી તાલુકા પ્રમુખ હાજી અબુબકર હાજી રમજાન માટી,નખત્રાણા તાલુકા પ્રમુખ હાજી ઈશાક ઈબ્રાહીમ ચંગડા,ભચાઉ તાલુકા પ્રમુખ સાલેમામદ મામદ મૈયણ,ભુજ તાલુકા પ્રમુખ હાજી ઉમર સુમાર મારા,અબડાસા તાલુકા પ્રમુખ હાજી હસન હાજી સિદીક બોડા, અંજાર તાલુકા પ્રમુખ અબ્દુલ્લા હાજી આધમ જંગબારીયા, લખપત તાલુકા પ્રમુખ—કાસમ હાજી યાકુબ કુંભાર સહિતના હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...