રવિવારના જખૌ પાસે આવેલા ખીદરત ટાપુ પાસે સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરોની બાતમી આધારે પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સીનું બુલેટપ્રૂફ જેકેટ બિનવારસુ મળી આવ્યું હતું. જેકેટની હાલ તમામ એજન્સીઓ તમામ પાસા ધ્યાને લઇ તપાસ હાથ ધરી રહી છે. પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સીના માણસોએ આ જેકેટ જાણીજોઇને ફેંક્યું હોય જેથી તેઓ ભારતની જળસીમા અંદર આવ્યા હોવાનો પુરાવો રાખતા ગયા હશે તેવી શક્યતા સૂત્રો વ્યકત કરી રહ્યા છે.
જેકેટની અવધિ પૂરી થઈ ગઈ છે
બુલેટપ્રૂફ જેકેટમાં એક ટેગ પણ છે, જેના પર જેકેટની તમામ વિગત દર્શાવાઇ છે. હેવી ઇન્ડસ્ટ્રીઝ તોકીલા પાકિસ્તાનની કંપનીનો આ જેકેટ છે તેના પર ધ્યાનથી જોતા 25મે 2017ના આ જેકેટ મેન્યુફેકચરિંગ થયું છે અને તેની સિલ લાઇફ પાંચ વર્ષની હોવાનું દર્શાવાયું છે. મતલબ કે 25 મે 2022 સુધીની તેની ઓપરેશન લાઇફ છે એટલે કે તેનો સિલ ખુલતા ત્રણ વર્ષની જ લાઇફ હોય છે. 25 મે 2020ના તેની અવધી પુરી થઇ ગઇ છે અને ત્રણ માસ જેટલો સમય વિતી ગયો છે. જેકેટ જોતા તે વપરાશમાં લીધેલું હોય તે દેખાઇ રહ્યું છે.
પોતાની હાજરીનો પુરાવો મૂકતા ગયાઃ સૂત્ર
સુત્રોનુ માનીએ તો મોટી સંભાવના એ છે કે પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીના જવાનો ભારતની જળસીમા નજદીક અથવા તો થોડાક અંદર આવ્યા હશે અને પોતે અહીંયા સુધી આવ્્યા હતા તેની સાબિતીરૂપે અવધી પુરી થયેલી જેકેટ ફેંકતા ગયા હશે તે જાણે છે. વસ્તુ ફેંકતા ભારતના કિનારા પર જ પહોંચશે. વિશ્વમાં ઘણા બધા દેશોની એજન્સીઓ અન્ય દેશની નજદીક જતા પોતાની હાજરી પુરાવા વસ્તુ ફેંકતા હોય છે, વસ્તુ ફેંકવાના અને પોતાની હાજરી બતાવવાના અસંખ્ય બનાવો વિશ્વભરમાં અગાઉ બન્યા છે. આ જેકેટ જખૌ પાસે મળ્યું છે તેમાં પણ જેકેટ જાણી જોઇને ફેંકવામાં આવ્યો છે તે શકયતા વધારે જોવા મળી રહી છે. ત્રણવર્ષ થઇ જતા પોતાની અવધિ જેકેટ પુરી કરી લીધી પણ પાકિસ્તાન એજન્સીએ ભારતની એજન્સીઓને ધંધે લગાવવા જાણીજોઇને આ જેકેટ ફેંકયું હશે એવું સૂત્રો માની રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.