કાર્યવાહી:ગાંધીધામમાં પાડોશી દેશ દ્વારા નિયંત્રિત કેમીકલ કંપની પર આઇટીની તપાસ

ભુજ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ-મુંબઇ સહિત 66 લાખના બેનામી વ્યવહાર મળ્યા

આયકર વિભાગ દ્વારા ગત સપ્તાહે કરાયેલી કાર્યવાહી દરમિયાન ગાંધીધામમાં પાડોશી દેશ દ્વારા નિયંત્રિત કંપની પર સર્ચ અને સિઝર ઓપરેશન હાથ ધરાયું હતું. ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હી સહિત 20 સ્થળે કામગીરી કરાઇ હતી જેમાં આ કંપનીઓએ વિદેશમાં માત્ર કાગળ પર દેખાડાયેલી કંપનીઓ સાથે બે વર્ષમાં 20 કરોડ જેટલી રકમ તબદીલ કરી હોવાનું બહાર આવ્યું છે.

ગાંધીધામ, ગુજરાત, મુંબઇ, અને ગાંધીધામ અને દિલ્હીમાં રસાયણો, બોલ બેરિંગ્સ, મશીનરીના ભાગો અને ઇન્જેક્શન મોલ્ડિંગ મશીનરીના વ્યવસાયમાં રોકાયેલી કંપનીના 20 સ્થળે દરોડા પાડવામાં આવતાં ડિજિટલ ડેટાના સ્વરૂપે કંપનીઓ દ્વારા મોટી અનૌપચારિક આવકની કમાણી કરાઇ હોવાના પુરાવા મળી આવ્યા હતા. આ કંપનીઓએ એકાઉન્ટ્સમા ગાલમેલ કરી પડોશી દેશમાં નેટવર્કનો ઉપયોગ કરીને ભંડોળ સ્થળાંતરિત કરતી હોવાનું બહાર આવ્યું હતું. આ મોડસ ઓપરેન્ડી દ્વારા છેલ્લા 2 વર્ષમાં રૂ. 20 કરોડની અંદાજિત રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી.

તપાસમાં જાણવા મળ્યું છે કે મુંબઇ સ્થિત પ્રોફેશનલ કંપની નામ પૂરતી કંપનીઓની રચના માટે મદદગારી કરતી હતી. કંપનીના કર્મચારીઓ કે ડ્રાઇવરોને ડાયરેક્ટર દર્શાવાયા હતા. આવા લોકોએ તપાસ દરમિયાન કંપનીઓની પ્રવૃત્તિઓથી પરિચિત નથી અને મુખ્ય કાર્યકરોની સૂચનાઓ અનુસાર દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા છે તેમ સ્વીકાર્યું હતું.

આયકર વિભાગની કાર્યવાહી દરમિયાન ભારતીય કંપની વેરો ભરવાની જવાબદારી ઘટાડવા માટે બિન-વાસ્તવિક ખરીદી બિલ બનાવતી હોવાનું જણાયું હતું. સર્ચ અને સિઝર ઓપરેશન દરમિયાન કુલ્લ 66 લાખના બેનામી હિસાબો મળી આવ્યા હતા. કેટલીક કંપનીના બેન્ક એકાઉન્ટમાં 28 કરોડ જેટલી બેહિસાબી જમારાશિ મળતાં એકાઉન્ટ ખાતા સ્થગિત કરી દેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...