બેદરકાર તંત્ર:કચ્છમાં રક્ષિત પશુ-પક્ષીઓની ત્રણ વર્ષથી વસ્તી ગણતરી ન કરી તે આઘાતજનક

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરકારે કચ્છના અભયારણ્યમાં ત્રણ વર્ષમાં એક વખત પણ વસ્તી ગણતરી કરી નથી
  • સાંસદ શક્તિસિંહ ગોહિલે કહ્યું ગુજરાતની અસ્મિતાને નુકશાન પહોંચાડે એવી હકીકત

કચ્છના અભયારણ્ય બાબતે રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલે પૂછેલા પ્રશ્નના જવાબમાં ચોંકાવનારા તથ્યો બહાર અાવ્યા બાદ સાંસદે રાજ્ય સરકાર સામે પ્રહારો કર્યા છે. સંસદ સભ્ય શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં પૂછેલા પ્રશ્નના જવાબમાંથી અતિશય આઘાતજનક અને ગુજરાતની અસ્મિતાને નુકશાન પહોંચાડે એવી હકીકત ઉજાગર થઈ છે.

ગોહિલે સંસદમાં પ્રશ્ન પૂછ્યો હતો કે, કચ્છ જિલ્લામાં કેટલા અભયારણ્યો આવેલા છે? અને તેમાં કેટલા પશુ એન પક્ષીની કેટલી આબાદી આવેલી છે? સંસદમાં આપેલા જવાબ મુજબ કચ્છમાં ચાર અભયારણ્ય આવેલા છે જેમાં કચ્છ રણ અભયારણ્ય, ઘોરાડ અભયારણ્ય, નારાયણ સરોવર અભયારણ્ય અને ઘુડખર અભયારણ્ય. સંસદમાં આપેલા જવાબમાં એ જણાવ્યું છે કે અહીં ગુજરાત સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં એક પણ વખત ત્યાં વસતા અતિ મહત્વના અને રક્ષિત પશુઓ તેમજ પક્ષીઓની કોઈ જ વસ્તી ગણતરી કરી જ નથી.

ગોહિલે જણાવ્યું હતું કે, દુનિયામાં કેટલાક પશુઓ અને પક્ષીઓની પ્રજાતિ નામશેષ થઈ રહી છે તે પૈકીની કેટલીક પ્રજાતિઓ આપણા ગુજરાતમાં જોવા મળે છે અને ભૂતકાળની સરકારોએ આ પ્રજાતિઓના સંરક્ષણ એન સંવર્ધન માટે અભયારણ્યો ઉભા કરેલા છે. પ્રવર્તમાન ભાજપની સરકાર માનીતા ઉદ્યોગપતિઓના લાભાર્થે આ અભયારણ્યોની સંપૂર્ણ અનદેખી કરે છે. અને માટે જ અભ્યારણમાં આરક્ષિત પશુ અને પક્ષીઓની નિયમિત વસ્તી ગણતરી અનિવાર્ય હોવા છતાં ગુજરાત સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં કચ્છના એક પણ અભ્યારણમાં એક પણ વખત વસ્તી ગણતરી કરેલી નથી.

નામશેષ થઈ રહેલી પ્રજાતિઓ આપણા ગુજરાતમાં જોવા મળે છે તે ગુજરાતીઓ માટે ગૌરવપૂર્ણ બાબત છે અને ગુજરાતની અસ્મિતા છે. ગુજરાતની ભાજપની સરકારની ગુન્હાહિત બેદરકારી સંપુર્ણ ગુજરાત માટે નુકશાનકારક અને શરમજનક છે.

અન્ય સમાચારો પણ છે...