તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહીમાં ખુલાસો:ગેંગસ્ટર નિખિલ દોંગાને ભગાડવા માટે ભુજમાં 10 લાખ રૂપિયાનો હવાલો અપાયો હોવાના અહેવાલ

ભુજ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
નિખિલ દોંગાની તસવીર - Divya Bhaskar
નિખિલ દોંગાની તસવીર
 • રિમાન્ડ પર રહેલા ચાર પોલીસ કર્મીઓ સામે લાંચ રૂશ્વતની કલમ ઉમેરાય તેવી સંભાવના
 • હવાલો કોણે આપ્યો અને કોને કેટલા રૂપિયા મળ્યા તે વાત પરથી રિમાન્ડ દરમિયાન ઉચકાશે પડદો
 • જાપ્તામાં આવતા કર્મીઓને પૈસા અપાતા હોવાની વાત એક સાગરીતે પોતાના નિવેદનમાં લખાવી
 • નૈનીતાલથી પકડાયેલા આરોપી નિખિલ દોંગા સહિત ચાર શખ્સોને લઇ મોડી રાત્રે પોલીસ ભુજ પહોંચી

ગોંડલનો ગેંગસ્ટર નિખિલ દોંગા પોતાના ત્રણ સાગરિતો સાથે નૈનિતાલથી પકડાઇ ગયા બાદ ચારેયને લઇ પોલીસ ટીમ કચ્છ આવવા માટે રવાના થઇ ગઇ છે. બે પીએસઆઇ સહિત ચાર પોલીસ કર્મચારીઓ રિમાન્ડ પર છે. દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, નિખિલને ભગાડવા માટે રાજકોટથી 10 લાખ રૂપિયાનો હવાલો કરાયો હતો અને ચારેય પોલીસ કર્મીઓ સામેની ફરિયાદમાં લાંચ રૂશ્વતની કલમનો ઉમેરો કરવામાં આવે તેવી શકયતા છે.

તેમજ એક સાગરીતે પોતાના સ્ટેટમેન્ટમાં લખાવ્યું હતું કે, નિખિલ દોંગાના જાપ્તામાં આવતા પોલીસ કર્મચારીઓને રૂપિયા આપવામાં આવતા હતા. ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાંથી નાસી છુટેલો કુખ્યાત નિખિલ દોંગા અને તેના સાગરીત રેનીશ પટેલ, સાગર કિયાડા અને શ્યામલ દોંગા નૈનીતાલથી પકડાઇ ગયા બાદ પોલીસ પરત આવવા માટે રવાના થઇ હતી, શુક્રવારે મોડી રાત્રે ચારેય આરોપીને લઇ પોલીસ ભુજ પહોંચશે. જી. કે. જનરલ હોસ્પિટલમાં જાપ્તામાં રહેલા પીએસઆઇ આર. બી. ગાગલ અને કોન્સ્ટેબલ રાજેશ રૂપજી રાઠોડની પુછતાછમાં અન્ય બે પોલીસ કર્મીની સંડોવણી સામે આવતા પીએસઆઇ એન. કે. ભરવાડ અને અલીમામદ ઓસમાણ લંઘાની ધરપકડ કરી સોમવાર સુધીના રિમાન્ડ લેવાયા છે.

આંતરીક સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, આરોપીને ભગાડી જવા માટે રાજકોટથી 10 લાખ રૂપિયાનો હવાલો અપાયો તેમાં કયા કર્મચારીને કેટલા રૂપિયા અપાયા છે તેની વિગતો રિમાન્ડ દરમિયાન ખુલવા પામશે. પોતાની ફરજમાં નાણાકીય લાલચ માટે બેદરકારી દાખવી કુખ્યાત આરોપીને નાસી જવામાં મદદ કરનારા પોલીસ કર્મચારીઓ સામે વધુ એક કાનુની ગળિયો કસાય તેવી સંભાવના છે.

લાંચ રૂશ્વતની કલમ ઉમેરો કરવાની વિચારણા ચાલુ છે : SP
આ અંગે એસપી સૌરભ સીંઘ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, નિખિલ દોંગાને ભગાડી જવા માટે 10 લાખ રૂપિયા અપાયા હોવાની વાત તેમની પાસે હજુ આવી નથી. જો કે, નિખિલ દોંગાના એક સાગરીતે પોતાના નિવેદનમાં લખાવ્યું છે કે જાપ્તામાં આવતા પોલીસ કર્મચારીઓને તેઓ રૂપિયા આપતા હતા જેથી ફોન કરવાની તેમજ અન્ય છુટછાટ પોલીસ તરફથી મળતી હતી. આરોપી પોલીસ કર્મચારીઓ સામે લાંચ રૂશ્વતની કલમ ઉમેરો કરવાની વિચારણા ચાલુ છે અને બાદમાં તપાસ ડીવાયએસપી કક્ષાએથી કરવામાં આવશે.તેમણે ઉમેર્યું હતું કે, મોડી રાત સુધી પોલીસ ચારેય આરોપીને લઇને ભુજ પહોંચી આવશે.

નિખિલ દોંગાને નાસવામાં મદદગાર બનેલા વધુ બેની ધરપકડ
ગુજસીટોકના આરોપી નિખિલ દોંગાને નાસવામાં મદદગાર બન્યાં હોવાનું પોલીસ તપાસમાં ખુલતા શુક્રવારે માધાપર નવાવાસના હાલાઇનગરમાં રહેતા આકાશ વિનુભાઇ આર્ય તથા રાજકોટના સાપર(વેરાવળ)માં રહેતા ભરત ઝવેરભાઇ રામાણીની પશ્ચિમ કચ્છ પોલીસે ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો