તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:શિક્ષકોના વર્ષોથી પડતર પ્રશ્નોનો ઉકેલ જરૂરી

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભુજમાં કચ્છ જિલ્લા પ્રા. શિક્ષક સમાજના ઘટક સંઘ ભુજ તાલુકાની કારોબારી ગણેશભાઇ કોલીના અધ્યક્ષસ્થાને રાખવામાં આવી હતી. રાજ્યસંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજા, નાયબ જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી નિલેશ ગોર, બી.આર.સી.કો.ઓ. હરિભા સોઢા, જિલ્લા મંડળીના પ્રમુખ ધીરજ ઠક્કર, ઉપપ્રમુખ રશ્મિકાંત ઠક્કર, જીતેન્દ્ર ઠક્કર, વિલાસબા જાડેજા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલી કારોબારી બેઠકમાં તાલુકાના પ્રા.શિક્ષકોના વિવિધ પ્રશ્નો જેવા કે એરિયર્સ બિલો માટે ગ્રાન્ટ ફાળવવા, વર્ષ 2007ની ભરતીવાળા શિક્ષકોની રિકવરી, એલ.ટી.સી.ની મુદત વધારવા, સાતમા પગારપંચના બાકી ભથ્થાઓ આપવા ઉપરાંત સી.આર.સી., એચ.ટાટ આચાર્યો, બી.એલ.ઓ. વગેરેના પ્રશ્નો અંગે ચર્ચા કરાઇ હતી.

કારોબારી સભા દ્વારા જિલ્લાસંઘના નવનિયુક્ત પ્રમુખ નયનસિંહ જાડેજા તથા વિદાય લેતા તાલુકા પ્રા.શિક્ષણાધિકારી મહેશ પરમારનું કચ્છી પાઘડી તથા તલવારથી બહુમાન કરાયું હતું. જિલ્લાના શ્રેષ્ઠ કેળવણી નિરીક્ષક તરીકે પસંદગી પામેલ તા.પ્રા.શિક્ષણાધિકારી પરમારનું વિવિધ ગ્રુપ શાળાઓ, વિવિધ સંથાઓ, શિક્ષકો વગેરે દ્વારા સન્માન કરી કામગીરીને બિરદાવવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા તથા મંત્રી મેહુલ જોશીના માર્ગદર્શન હેઠળ હાર્દિક ત્રિપાઠી, ધવલ ત્રિવેદી, મયુરસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા વગેરેએ જહેમત ઉઠાવી હતી. સંચાલન જયેન્દ્રસિંહ ઝાલાએ તથા આભારવિધિ ખજાનચી કાંતિભાઈ સુથારે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો