તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભુજમાં ગત ચોમાસામાં ખેંગાર પાર્ક સામે ઈદગાહ પાસેની હમીરસર તળાવની દીવાલને અડીને અાવેલા ખુલ્લા ભાગની જમીન બેસી ગઈ હતી, જેથી દીવાલ તળાવની અંદરના ભાગે વળી ગઈ હતી. પરંતુ, તળાવ અોગન્યું હોઈ પાણીથી છલ્લોછલ્લ ભરાયેલું હતું, જેથી વ્યવસ્થિત મરંમત થઈ શકી ન હતી. પરંતુ, હવે દીવાલ પાસેના કિનારા સૂકાઈ ગયા છે, જેથી વેળાસર મરંમત નહીં થાય તો વરસાદ દરમિયાન મોટી જાનહાનિ સર્જાય અેવી ભીતિ છે. રાજાશાહીના વખતના સદી જોઈ ચૂકેલા હમીરસર તળાવને ફરતે ઊંચી દીવાલો છે. જે હવે જર્જરિત થઈ ગઈ છે. જે તળાવનું સંચાલન હવે ભુજ નગરપાલિકા હસ્તક છે.
જેના બ્યુટીફિકેશનની વાતો છેલ્લા અેકાદ દાયકાથી થતી રહી છે. પરંતુ, રામધૂનથી ક્રિષ્ણાજી પુલ અને રાજેન્દ્રબાગથી છેક ઈદગાહ સુધી તળાવને ફરતે જર્જરિત દીવાલની મરંમતનો વિચાર સુદ્ધા કરાયો નથી. બે વર્ષ પહેલા રાજેન્દ્રબાગના દરવાજેથી ઈદગાહ સુધીનો દીવાલનો ઉપરનો ભાગ સુશોભિત કરવા ચણાયો. પરંતુ, નીચોનો ભાગ જર્જરિત જ રાખી દેવાયો છે, જેથી ગત ચોમાસે ઈદગાહ પાસેની જમીનમાં વરસાદી પાણીથી પોલાણ સર્જાયો અને જમીન બેસી ગઈ. સદભાગ્યે બપોરના ભાગે ઘટના બની હતી, જેથી ત્યાં બાળકોના મનોરંજન માટે રખાયેલા રમતગમતના સાધનો પર બાળકો હતા નહીં.
જોકે, ભુજ નગરપાલિકાઅે સત્વરે અે વિસ્તાર પ્રતિબંધિત કરીને હંગામી મરંમત શરૂ કરી દીધી, જેમાં જમીન નીચે રેતી ભરેલી સિમેન્ટની થેલીઅો મૂકી ટેકો પણ અાપી દીધો. ત્યારબાદ પાણી અોછું થયે મજબૂત બાંધકામની ખાતરી અપાઈ હતી. પરંતુ, હવે અેપ્રિલનો ઉનાળો અાવી ગયો છે અને બે માસ બાદ જૂન મહિનામાં ચોમાસામાં વરસાદ પણ શરૂ થઈ જશે. જો અે પહેલા પાકું બાંધકામ નહીં થાય તો મોટી જાનહાનિ સર્જાય અેવી ભીતિ છે.
અગ્રતાક્રમે હાથ ધરાશે : ઘનશ્યામ ઠક્કર
ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ રસીક ઠક્કરે જણાવ્યું હતું કે, હજુ કારોબારી સમિતિ રચાઈ નથી. પરંતુ, કારોબારી ચેરમેન જગત વ્યાસ અને અન્ય પદાધિકારીઅો જોડે અે પહેલા બિનસત્તાવાર બેઠક મળી હતી, જેમાં અે મુદ્દો ચર્ચાયો હતો અને અે કામને અગ્રતાક્રમે હાથ ધરવા નક્કી થઈ ગયું છે. જે બાબતે મુખ્ય અધિકારી નીતિન બોડાત અને બાંધકામ શાખાના ઈજનેર અરવિંદસિંહ જાડેજાને સૂચના પણ અપાઈ ગઈ છે.
પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.