તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચ્છ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની વાર્ષિક સભા:સરહદી જિલ્લામાં સહકારી માળખું ઉત્તરોતર પ્રગતિ કરશે તેવી આશા

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજમાં કચ્છ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની વાર્ષિક સભા યોજાઈ

કચ્છ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ ભુજની 49 મી વાર્ષિક સાધારણ સભા ભુજમાં સંસ્થાના કાર્યાલય ગીતા માર્કેટ ખાતે યોજાઈ હતી. સંઘના પ્રમુખ રામજીભાઈ ચાવડાએ આ સભામાં આગેવાનોને આવકાર્યા હતા અને જણાવ્યું કે,કચ્છનાં દૂર દૂરના ગામોમાંથી પધારેલ સહકારી આગેવાનોની હાજરી જ બતાવે છે કે કચ્છનું સહકારી માળખું વધુને વધુ પ્રગતિ કરશે.

માંડવી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અમૃતલાલ શિવદાસ પટેલનું શાલ ઓઢાડી સન્માન સંસ્થાના પ્રમુખ રામજીભાઈ ચાવડાએ કર્યું હતું.સહકારી આગેવાન અને ભુજ નગર સેવા સદનના બાંધકામ સમિતિ ચેરમેન મનુભા જાડેજાનું સન્માન માનદમંત્રી અને નખત્રાણા સંઘના પ્રમુખ લાલજીભાઈ રામાણીએ કર્યું હતું.કચ્છ જિલ્લા ઔધોગિક સહકારી સંઘના પ્રમુખ ચંદ્રકાન્તભાઈ ગોરડીયાનું સન્માન સંસ્થાના ડાયરેકટર સુરેન્દ્રભાઈ પોકારે જ્યારે સંસ્થાના પૂર્વ પ્રમુખ વિશ્રામભાઈ રાબડીયાનું સન્માન ડાયરેકટર અનિરુદ્ધસિંહ જાડેજાએ કર્યું હતું.

માંડવી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પૂર્વ પ્રમુખ મનુભા ચાંદુભા જાડેજાનું સન્માન સંસ્થાના ઉપપ્રમુખ વેરસલજી તુંવર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સાધારણ સભામાં કેશુભાઈ પારસિયા, ડાયરેકટર શામજીભાઈ આશા ડાંગર,દિનેશભાઇ સેંઘાણી, વ્યાસ માલારામ ગોરડીયા વગેરે હાજર રહ્યા હતા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનોએ હાજરી આપી સહકારી પ્રવુતિ પ્રત્યેની જાગૃતતા દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે...