• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • It Has Been A Month Since The Municipality Provided 25 Scrap Vehicles For Rs 17.50 Lakh But The Contractor Has Not Taken Them Out.

કાર્યવાહી:પાલિકાએ 25 ભંગાર વાહનો 17.50 લાખમાં આપ્યાને મહિનો થયો પણ ઠેકેદારે ઉપાડ્યા નથી

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક મહિના પહેલા સુધરાઇએ કારોબારીની બેઠકમાં ખખડધજ વાહનોનો કર્યો હતો સોદો
  • ઠેકેદારે કહ્યું, મારી પાસે વાહનો રાખવાની જગ્યા થાય અેટલે ગાડીઓ લઇ જઇશ

ભુજ નગરપાલિકાઅે 25 જેટલા ભંગાર વાહનો કાઢવા નિવિદા બહાર પાડી હતી, જેમાં 17.50 લાખ રૂપિયાને અાળેગાળે સોદો થયો હતો. પરંતુ, ઠેકેદારે અેક મહિના બાદ પણ ગાડીઅો ઉપાડી લઈ જવાની તસદી લીધી નથી, જેથી નગરપાલિકાઅે અાગળની ગતિવિધિ માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે.

પ્રાપ્ત વિગતો મુજબ કારોબારી સમિતિની બેઠકમાં અેકાદ મહિના પહેલા ટેન્ડર ખોલવામાં અાવ્યા હતા, જેમાં ભંગાર અવસ્થામાં પડેલા 25 જેટલા ફોર વ્હીકલનો 17.50 લાખ રૂપિયાને અાળેગાળે સોદો પાર પડ્યો હતો, જેથી ઠેકેદાર રૂપિયા ભરે અેટલે વાહનો ઉપાડી લઈ જવાનો વર્ક અોર્ડર અાપી દેવા નક્કી થયું હતું.

જોકે, જોતજોતામાં અેકાદ મહિના જેટલો સમય પસાર થઈ ગયો અને ઠેકેદાર વાહનો ઉપાડવા અાવ્યો નહીં અેટલે પદાધિકારીઅો અને જવાબદાર અધિકારીઅોઅે અાગળ ઉપરની કાર્યવાહી હાથ ધરવા નક્કી કર્યું, જેમાં પહેલા ઠેકેદારને કોલ કરી પૂછવામાં અાવ્યું કે, રૂપિયા ભરી માલ ક્યારે ઉપાડી જાવ છો. સૂત્રોઅે જણાવ્યું હતું કે, વાહનો રાખવાની જગ્યા થાય અેટલે ઉપાડી જાઉ. અામ, હાલ તો ઠેકેદાર પાસે વાહનો ઉપાડી રાખવા જગ્યા ન હોવાનું બહાર અાવ્યું છે.

ઠેકેદારે ટૂંક સમયમાં ઉપાડવા કહ્યું છે : બ્રાન્ચ હેડ
રોડ લાઈટ ઉપરાંત વોટર ટેન્કર સપ્લાય બ્રાન્ચ હેડ દક્ષેષ ભટ્ટને સમગ્ર કાર્યવાહી સોંપવામાં અાવી હતી, જેથી તેમને કોલ કરી પૂછતા તેમણે જણાવ્યું હતું કે, ઠેકેદારને જાણ કરી છે અને ઠેકેદારે ટૂંક સમયમાં ઉપાડી જવા ખાતરી અાપી છે.

સમય જતા કોન્ટ્રાક્ટર દેખાતા નથી
સૂત્રોઅે જણાવ્યું હતું કે, ઠેકેદાર વાહનો વેળાસર ઉપાડી લે તો ઠીક છે. બાકી સમય પસાર થયા બાદ ઠેકેદાર દેખાતા નથી.

અન્ય સમાચારો પણ છે...