પ્રદર્શન:ઇસરોના વૈજ્ઞાનિકો ભુજ તાલુકાની છ શાળાઓમાં અંતરિક્ષની ઝલક રજૂ કરશે

ભુજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઢોરી, ખાવડા, માધાપર, કેરા, માનકૂવા, ધાણેટીમાં યોજાશે પ્રદર્શન

ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને અંતરિક્ષની રસપ્રદ માહિતી મળી રહે તે હેતુથી અમદાવાદ અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર (ઇસરો)ના વૈજ્ઞાનિકો દ્વારા ભુજ તાલુકાની વિવિધ શાળાઓમાં પ્રદર્શન યોજાશે.

ભુજના ભારત વિકાસ પરિષદ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ઇસરોના સહયોગે અંતરિક્ષ કાર્યક્રમની ઝલક અને વિક્રમ સારાભાઇ પ્રદર્શનનું આયોજન કરાયું છે જેમાં વિક્રમ સારાભાઇ સ્પેસ ઓર્ગેનાઇઝેશનના હેડ અને જાણીતા વૈજ્ઞાનિક ડો. જે. એન. ભટ્ટ ઉપરાંત ઇસરોના નિલેશ મકવાણા, હર્ષ ત્રિવેદી, ડી. સી. મહેતા, નિલુ શેઠ, સોનુ જૈન સહિતનાની ટીમ વિદ્યાર્થીઓને પ્રદર્શનના માધ્યમથી અંતરિક્ષ વિશે વિગતો પૂરી પાડશે.

ભુજ તાલુકાના ઢોરીમાં તા. 25/11ના, ખાવડાની ઉચ્ચ માધ્યમિક શાળા ખાતે તા. 26ના, માધાપર એમએસવી હાઇસ્કૂલમાં તા. 27, કેરાની જેપીએલએસ સ્કૂલ ખાતે તા. 29/11, માનકૂવા હાઇસ્કૂલમાં તા. 30 અને તા. 1/12ના ધાણેટીના સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ખાતે સવારે 10થી 3 વાગ્યા સુધી પ્રદર્શન યોજાશે જેમાં આકાશમાં તરતા ઉપગ્રહો અને સેટેલાઇટ તેમજ રોકેટ સહિતના મોડેલ રજૂ કરીને છાત્રોને રસપ્રદ માહિતી વૈજ્ઞાનિકો પૂરી પાડશે. પ્રદર્શનના આરંભે ઢોરીની શાળામાં ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે સેમિનાર યોજાશે. કલેક્ટર પ્રવીણા ડી. કે., જિલ્લા શિક્ષણાધિકારી ડો. બી. એન. પ્રજાપતિ, જિલ્લા શિક્ષણ નિરીક્ષકો ઉપસ્થિત રહેશે. શિક્ષણ નિરીક્ષક વી. એમ. તેરૈયા અને મદદનીશ શિક્ષણ નિરીક્ષક બી. આર. વકીલ સંચાલન સંભાળશે.

અન્ય સમાચારો પણ છે...