ત્રીજી વખત પ્રયાસ:દેશલસર તળાવમાં વનસ્પતિ કાઢવાનું કામ ચાલે છે કે વધારવાનું ?

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
10મી ઓક્ટોબરે પાણી દેખાતું હતું. - Divya Bhaskar
10મી ઓક્ટોબરે પાણી દેખાતું હતું.

ભુજ નગરપાલિકાએ 2જી ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે ભીડનાકા પાસે આવેલા રાજાશાહીના વખતના દેશલસર તળાવમાંથી અનિચ્છનીય વનસ્પતિ જળકુંભિ કાઢવાના બે નિષ્ફળ પ્રયાસ બાદ ત્રીજી વખત પ્રયાસ કર્યો છે. પરંતુ, 15 દિવસમાં વનસ્પતિ કાઢવાનું કામ કર્યું છે કે, વધારવાનું ? એ એક પ્રશ્ન થઈ ગયો છે. કેમ કે, પહેલી તસ્વીરમાં 10મી ઓક્ટોબરે તળાવમાં પાણી દેખાતું હતું. પરંતુ, એક સપ્તાહ બાદ 17મી ઓક્ટોબર સુધીમાં વનસ્પતિ એટલી વધી ગઈ કે પાણી દેખાતું જ બંધ થઈ ગયું છે.

17મી ઓક્ટોબરે તો પાણીની જગ્યાએ જળકુંભી.
17મી ઓક્ટોબરે તો પાણીની જગ્યાએ જળકુંભી.

10મી ઓક્ટોબરે નગરપતિ ઘનશ્યામ ઠક્કરને દેશલસર તળાવમાંથી વનસ્પતિ ઉખેડી ફેંકી બ્યુટીફિકેશન કરવાની કામગીરી વિશે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, સંસ્થા રવિવારે કામગીરી બંધ છે અને પાણીમાં જે.સી.બી. ચાલતું નથી, જેથી સંસ્થાએ નવી મશીનરીથી શરૂ કરવાની છે. જેને પણ સાત દિવસ થઈ ગયા. પરંતુ, વનસ્પતિ ઉખેડી ફેંકી શકાઈ નથી. ઉલ્ટું વધી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...