તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પ્રાઇવેટ કેરિયરમાં ચાલતા વાહનોને કનડગત ન થાય તે રીતે ગેરરીતિ અટકાવાશે : RTO

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિમા કંપનીના સલાહકારો સાથે ચર્ચા કરી અાગળની કાર્યવાહી હાથ ધરાશે
  • પ્રિમિયમ અોછું ચૂકવી ટેક્સ બચવવા અપનાવાતો પેંતરો નિષ્ફળ બનાવાશે

કચ્છ જિલ્લામાં ભાડા પેટે ટ્રાન્સપોર્ટેશનમાં ચાલતા 20 ટનથી વધુની કેપેસિટિના વાહનોમાં વિમા પોલિસીમાં ગેરરિતી અાચરાતી હોવાની ચોંકાવનારી વાત સામે અાવી હતી, જેના પગલે અાર.ટી.અો. તરફથી પ્રાઇવેટ કેરિયરની અાડમાં થતી ગેરરિતી તેમજ પ્રિમિયમ અોછુ ચૂકવી ટેક્સ બચાવવા અપનાવાતો પેંતરો હવેથી નિષ્ફળ બનાવાશે.

20 ટનથી વધુની કેપેસિટીવાળા વાહનોમાં રેગ્યુલર વિમા પોલિસી લેવામાં અાવે તો વધુ રકમ પ્રિમિયમ પાછળ ચૂકવવુ પડે છે જેથી અમુક વિમા કંપનીના અેજન્ટો તરફથી કામ લેવાની લ્હાયમાં ટ્રાન્સપોર્ટરો અને વાહન માલિકને પ્રાઇવેટ કેરિયરમાં અોછુ પ્રિમિયમ ચૂકવવાની સલાહ અાપતા હોય છે, પ્રાઇવેટ કેરિયર વિમા પોલિસી ભાડે ન ચાલતા હોય તેવા વાહનો માટે છે પણ અોછુ પ્રિમિયમ અાવતુ હોવાથી અા પોલિસી ઉતરાવાય છે, અોછુ પ્રિમિયમ હોવાના કારણે સર્વિસ ટેક્સ પણ અોછુ ભરવુ પડે છે. કચ્છ સિવાય અન્ય જિલ્લાઅોમાં કયાંય પ્રાઇવેટ કેરિયર પોલિસીનું ચલણ નથી, માત્ર કચ્છમાં જ ચલાવી લેવામાં અાવે છે. અાર.ટી.અો.માં કામગીરી માટે અાવે ત્યારે પ્રાઇવેટ કેરિયરની પોલિસી ઉતરાવનારા વાહન માલિકોને પકડી શકાય છે અને ભાડામાં ચાલતા હોય તેવી રેગ્યુલર પોલિસી ઉતરાવવા સૂચના અાપી શકાય છે.

અા અંગે અાર.ટી.અો. ચિંતનભાઇ પટેલે જણાવ્યું હતું કે, પ્રિમિયમ અોછુ ચૂકવી ટેક્સ બચાવવાનો પેંતરો હવેથી નિષ્ફળ બનાવાશે. વિમા કંપનીના સલાહકારો સાથે ચર્ચા કરી અા ગેરરિતીને કેવી રીતે અટકાવવી તેમજ ખરેખર પ્રાઇવેટ કેરિયરમાં ચાલતા વાહનોને પણ હેરાનગતી ન થાય તે માટે કઇ રીતેના પગલા ભરવા અને ગેરરિતી અટકાવી શકાય તે માટે ચર્ચા કરવામાં અાવશે.

અન્ય સમાચારો પણ છે...