બુકીઓની વસુલાત:આઇ.પી.એલ. મેચ બંધ થઇ પણ બુકીઓ પાસેથી ઉઘરાણા હજુ ચાલુ

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લ્યો બોલો, આર. આર. સેલ. નાબુદ થઇ ગઇ હોવા છતાંય તેના નામે રોકડી

પશ્ચિમ કચ્છ અેસ.પી.ના અાગમન બાદ તમામ ગેરપ્રવૃત્તિઅો પણ રોક લાગી ગઇ છે તેમ છતાંય અમુક ગેરપ્રવૃત્તિઅો સ્થાનિક પોલીસની મીઠી નજર તળે ચાલતી હોય છે. ગેરપ્રવૃત્તિ સામે અાવતા તેમના તરફથી ફરજમોકુફના પગલા પણ ભરાય છે. અાઇપીઅેલ ક્રિકેટ મેચ બંધ થઇ ગઇ પણ બુકીઅો પાસેથી હજુય ઉઘરાણા ચાલુ હોવાનું અાંતરીક સુત્રોમાંથી જાણવા મળ્યું છે. જેમાં અેલસીબી, અેસઅોજી, સ્થાનિક પોલીસ ટોપ-ટુ-બોટમ અેક બુકી પાસેથી બે લાખ રૂપિયા લેતા હોવાની વાત સામે અાવી છે.

ભુજના મુખ્ય ચાર બુકી પાસેથી મીઠીનજર તળે ક્રિકેટ સટ્ટો રમાડવા પેટે બે લાખ રૂપિયા વસુલવામાં અાવે છે. અાઇ.પી.અેલ.ની મેચ ચાલુ હતી ત્યારે ભુજ પોલીસે ખાસ કોઇ કામગીરી કરી નથી જેથી ચિત્ર સ્પષટ દેખાઇ અાવે છે. છુટછવાયા પંટરીયા બુકીને પકડી ચોપડો ચીતરી નખાયો હતો. અાશ્ચર્યની વાત અે છે કે, અાર. અાર. સેલ. બંધ થઇ ગઇ હોવા છતા તેના નામે મોટી રકમ ઉઘરાવાય છે. દોઢ લાખ જેટલી રકમમાં અેલસીબી અને અાર.અાર.સેલ.નો સમાવેશ થાય છે જે તેના વહીવટદારોને અાપવામાં અાવે છે.

સ્થાનિક પોલીસ અને અેસઅોજીને સરખા ભાગે અાપવામાં અાવે છે. ભુજના મુખ્ય ચાર બુકીઅો પાસેથી બે-બે લાખ રૂપિયાના ઉઘરાણા કરી તેમના પર મીઠી નજર રાખવામાં અાવી રહી છે જેથી તેઅો સિઝન દરમિયાન હજુ પકડાયા નથી. અાઇ.પી.અેલ. મેચ બંધ થઇ જતા તેમના ધંધા પર માઠી અસર પડી છે તેમ છતાંય બે લાખ રૂપિયાનું ઉઘરાણુ કરાતુ હોવાની અનેક અવનવી ચર્ચાઅો માર્કેટમાં વહેતી થઇ છે.

અમુક નામીચા પોલીસ કર્મચારીના 5-5 હજાર અલગ
અગાઉ પશ્ચિમ કચ્છમાં ફરજ બજાવી ચૂકેલા અને લાંચમાં સસ્પેન્ડ થયેલા પોલીસ કર્મચારી તેમજ જીવજંતુ ધારક નામથી અોળખાતા પોલીસ કર્મચારીને સાચવવા માટે અલગથી 5-5 હજાર અાપવામાં અાવે છે. તો અગાઉ અે ડિવિઝન ડીસ્ટાફમાં બજાવી ગયેલા પોલીસ કર્મચારીને પણ મીઠીનજર રાખવા માટે 5 હજાર અપાય છે. અામ, દરેક બુકી બેસથથી બચવા માટે અા પોલીસ કર્મચારીની મીઠી નજર મેળવતા હોય છે.

પશ્ચિમ કચ્છ અેસપી કરે મનોમંથન
ભુજના મુખ્ય બુકીઅો શહેરમાં જ બેસીને જુગાર રમાડતા હતા. અાઇ.પી.અેલ.ની સીઝન દરમિયાન જેટલા પણ કેસ કરવામાં અાવ્યા છે તેમાં કોઇ મુખ્ય બુકીનો સમાવેશ થયો નથી. માત્ર કરવા ખાતર પંટરીયાઅો પર ક્રિકેટ મેચની જુગારના કેસો કરી સંતોષ માની લેવાયો હોવાનુ જણાયું છે. અામ, પોલીસ ચોપડે નોંધાયેલા બુકીના પંટરીયા તેમજ મોટા મુખ્ય બુકીના નામો અંગે અેસ.પી. મનોમંથન કરે તો કડકી હકીકત સામે અાવી જશે.

અન્ય સમાચારો પણ છે...