આકરી પૂછપરછ:કચ્છ યુનિવર્સિટીમાં ડોકટર ઓફ ફિલોસોફી મુદ્દે તપાસ ટીમ શિક્ષણ તંત્રને અહેવાલ સોંપવા રવાના

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • Ph.dની પરીક્ષાના ધોરણો અને ગાઈડશિપમાં નિયમના ભંગની ફરિયાદ હતી
  • કોલેજના ત્રણ વરિષ્ઠ આચાર્યોની ટીમે સતત બે દિવસ 12 મુદ્દાઓ ઉપર કરી આકરી પૂછપરછ

કચ્છ યુનિવર્સિટી દ્વારા અપાતી પીઅેચડી અેટલે કે ડોકટર અોફ ફિલોસોફીની પરીક્ષા ધોરણો અને ગાઈડશિપ અાપવામાં નિયમોના ભંગની બીયુટીઅાર અેટલે કે બોર્ડ અોફ ટીચિંગ અેન્ડ રિસર્ચના અધ્યાપકોઅે ફરિયાદ કરી હતી, જેથી ગાંધીનગરથી શિક્ષણ તંત્રની ત્રણ વરિષ્ઠ કોલેજ અાચાર્યોની તપાસ ટીમ બુધવારે અાવી હતી.

જેમણે સતત બીજા દિવસ ગુરુવારે પણ પૂછાણું લીધું હતું અને શુક્રવારે સરકારના ઉચ્ચ શિક્ષણતંત્રને અહેવાલ સોંપે અેવા અહેવાલ છે. જે અહેવાલમાં નજરે ચડેલી કેટલીક ગંભીર ક્ષતિઅો બતાવાય અને ત્યારબાદની કાર્યવાહીમાં શંકાસ્પદોને પદ પરથી હટાવાય અેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ પ્રથમ દિવસે તપાસ ટીમે બુધવારે સવારે કોન્ફરન્સ હોલમાં પ્રથમ તો યુનિવર્સિટીના ઉચ્ચ હોદ્દેદારો અને બીયુટીઅાર વતી મુખ્ય ફરિયાદીને બોલાવ્યા હતા, જેમાં 12 જેટલા મુદ્દા પર સત્તાવાહકોનું અાકરું પૂછાણું લેવાયું હતું અને જરૂરી દસ્તાવેજો મંગાયા હતા.

બપોરે 3.30 વાગ્યાથી સાંજે 5.30 વાગ્યા સુધી જેમના પર યુનિવર્સિટી ગુણવત્તા પર નજર રાખવાની જવાબદારી છે અેવા અાઈક્યુઅેસી અેટલે કે, ઈન્ટરનલ ક્વોલિટી અેસસ્યોરન્સ સેલ અને બીયુટીઅારના તમામ અધ્યાપકોના પાંચ જેટલા સભ્યોઅે લેખિત ફરિયાદમાં વર્ણવેલા મુદ્દા અને ફરિયાદીઅો સામે પણ કેટલાક મુદ્દા ઉઠાવાયા હતા.

તપાસ ટીમને પ્રાથમિક દૃષ્ટિઅે મોટી ભૂલો અને નિયમ ભંગ થયાનું ધ્યાને અાવ્યું હતું. જોકે, અે બાદ ઊભા થતા સવાલો માટે ફરી ગુરુવારે ઉલ્ટ તપાસ થઈ હતી અને ક્રોસ દલીલો ઉપરથી ચોક્કસ તારણ કાઢ્યું હતું. જેનો અહેવાલ શુક્રવારે સોંપવા ટીમ રવાના થઈ છે કે નહીં અે જાણવા મળ્યું નથી. પરંતુ, વગદારો દ્વારા ભાવતું રંધાવવા દોડધામ થઈ હતી. જો તટસ્થતાથી અહેવાલ તૈયાર થઈ જશે તો ટૂંક સમયમાં નવાજૂની થાય અેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકીય વગથી ગોઠવાઈ ગયેલા કેટલાક લોકો ફાવી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...