તપાસ:સિંધોડી પાસે દરિયાકિનારે પ્લાસ્ટિકના શંકાસ્પદ 6 ડબ્બા મળતાં તપાસ શરૂ

જખૌંએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધી જુદા-જુદા વિસ્તારમાં ચરસના પેકેટ તણાઇને બહાર આવતા હતા
  • ​​​​​​​SOG, સ્ટેટ IBની ટીમે તૂટેલા ડબ્બા જખૌ મરીન પોલીસને સોંપ્યા

છેલ્લા બે સપ્તાહથી કચ્છના દરિયા કિનારા પર ચરસના પેકેટ મળવાનો સીલસીલો શરૂ થયો છે. દરેક સુરક્ષા અેજન્સીઅો પેટ્રોલિંગ વધાર્યું છે ત્યારે અેસઅોજી અને સ્ટેટ અાઇબીની ટીમને પેટ્રોલિંગ વેળાઅે સિંધોડી દરિયા કિનારે પાણીમાં તણાઇને બહાર અાવેલા પ્લાસ્ટિકના તૂટેલા 6 ડબ્બા મળી અાવ્યા હતા. ડબ્બાની અંદર શું હશે તેની અાગળની તપાસ માટે અા ડબ્બા જખાૈ મરીન પોલીસને સોંપાયા હતા. અબડાસા તાલુકાની દરિયાઈ વિસ્તારમાં ચરસના પેકેટ મળવાનું શરૂ થતા વિવિધ અેજન્સીઅો પેટ્રોલિંગમાં લાગી ગઇ છે.

બુધવારે એસ.ઓ.જીની ટુકડી અને સ્ટેટ આઈ.બી.ની ટીમ સિંધોડી દરિયાઇ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે કિનારે 6 શંકાસ્પદ પ્લાસ્ટિકના ડબ્બા દેખાયા હતા. પેટ્રોલિંગ પાર્ટીઅે જોતા તમામ ડબ્બા તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા અને દરિયાઅે મોજામાં બહાર ફેંકયા હતા. ખાલી ડબ્બાઅોમાં શું હોઇ શકે તેની તપાસ માટે અાગળની કાર્યવાહી માટે ડબ્બા જખાૈ મરીન પોલીસ મથકે સોંપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...