કાર્યવાહી:1.20 લાખ પડાવનાર વડોદરાના ટૂર ઓપરેટરને પકડવા તપાસ તેજ

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અોફીસ શરૂ કરી 4 શખ્સો પાસેથી પૈસા પડાવી લીધા

ભુજના સુમરાડેલી પાસે ટૂર્સ અેન્ડ ટ્રાવેલ્સની અોફીસ શરૂ કરી કેન્યાની ટીકિટ અને વિઝા અાપવાની લાલચે ચાર શખ્સો પાસેથી 1.20 લાખ પડાવી લેનારા વડોદરાના શખ્સને પકડવા પોલીસે ચક્રોગતીમાન કર્યા છે.

છ માસ પૂર્વે ભુજના સમાચારપત્રમાં જાહેરાત અાવી હતી, જેમાં શાલીમાર ટૂર્સ અેન્ડ ટ્રાવેલ્સનું સરનામું-નંબર હોવાથી ફરિયાદી રવજીભાઇ કરશન સુથાર (રહે. મીરજાપર)વાળાઅે સંપર્ક કર્યો હતો. ફીરોઝ મજીદભાઇ શેખ નામના ટૂર્સ અોપરેટરે ફરિયાદીને કેન્યા મોકલવાની વિઝા અને ટીકિટના નામે 30 હજાર રૂપિયા પડાવી લીધા હતા. અેગ્રીમેન્ટ લેટર અાપ્યા બાદ વિઝા અાવી ગઇ હોવાનો વ્હોટસઅેપ કર્યો બાદમાં ટીકિટ અાવી ન હતી.

ફરિયાદી તેમજ જયંતીલાલ કાનજી ચુંઇયા (રહે. માંડવી), દામજી શામજી દનીચા (રહે. માંડવી) અને દામજી મણીભાઇ વણકર (રહે. ખંભરા, અંજાર)વાળા પાસેથી પણ 30-30 હજાર રૂપિયા પડાવી લીધા હતા. અામ ચારેય પાસેથી 1,20,000 રૂપિયા પડાવી છેતરપિંડી કરતા ફીરોઝ શેખ સામે ગુનો દર્જ કરાયો હતો. અે ડિવિઝન પોલીસ મથકની ટુકડીઅે મુળ તાંદલજા, વડોદરાના શખ્સને પકડી પાડવા માટે ચક્રોગતીમાન કર્યા હોવાનું સુત્રોઅે જણાવ્યું હતું. તપાસનીશ પી.અેસ.અાઇ. વેટીમલ્લા થોમસનો સંપર્ક કરતા તેમણે ફોન ઉપાડવાની તસદી લીધી ન હતી.

અન્ય સમાચારો પણ છે...