તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાંપ્રત સમયમાં ‘ઉડી ને આંખે વળગે” તેવું એક દુષણરૂપી ષડયંત્ર સનાતન સંસ્કૃતિ વિરુદ્ધમાં આકાર પામી રહ્યું છે જેનું નામ છે ‘લવજેહાદ’, તેવી રજૂઆત સાથે હિન્દુ યુવા સંગઠને જિલ્લા સમાહર્તાને આના વિરુદ્ધ જેમ ઉત્તર પ્રદેશમાં કાયદો લાગુ કરાયો તેવો જ ભાજપ શાસિત ગુજરાત રાજ્યમાં લાગુ થાય તેવી વિનંતી કરી હતી. આવેદનમાં જણાવ્યા મુજબ “લવ” તે ઇંગલિશ ભાષાનો શબ્દ અને જેહાદ”તે અરબી ભાષાકોષીય શબ્દ જેનો અર્થ કોઈ પણ કાર્ય હેતુ સ્વયંની સમગ્ર શક્તિ લગાડવી તેવો થાય છે.
વિધર્મીઓ આ સ્વરૂપને આકાર આપવા નિરંતર સક્રિય રહી પોતાને પ્રથમ એક હિન્દુ તરીકે પ્રદર્શિત કરી અને બાદમાં ભોળી હિન્દુ યુવતીઓથી મિત્રતા કેળવે છે ત્યારબાદ તે મિત્રતાને પ્રણયસંબન્ધમાં પરિવર્તિત કરી અને યુવતી જયારે સંપૂર્ણપણે તેઓની તાબે હોય ત્યારે તેઓ પોતાની સાચી ઓળખ તેમને વર્ણવે છે અને હિન્દુ યુવતીને પણ પોતાનું સહભાગી થવાનું પ્રબળ માધ્યમ છે , જેનું અનુકરણ સનાતન સમાજ યુગ-યુગાંતરોથી કરતું આવ્યું છે. પ્રત્યેક પ્રકારે શોષણ કરવાનું આ દુષણ વર્તમાન સમયમાં વિરાટ સ્વરૂપમાં પરિવર્તિત થતું હોય તેવું દ્રષ્ટિત થાય છે હિન્દુ યુવતીઓને મોહજાળ માં ફસાવી તેમનો પ્રત્યેક પ્રકારે ઉપભોગ કરી અને સમયાંતરે તેમને તરછોડી મુકવી આ વિધર્મીઓની માનસિકતાનો વિરોધ કરવા હિન્દુ સંગઠન કટિબદ્ધ છે તેવું કહ્યું હતું. આવેદન પત્ર આપનારમાં જયપાલસિંહ જાડેજા, રણછોડ આહીર, દિગ્વિજયસિંહ જાડેજા, ધીરેન જોષી વગેરે જોડાયા હતા.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.