સુવિધા:અસંગઠિત મજૂરોની ઓનલાઈન નોધણી માટે ઇ-નિર્વાણ અને યુ-વિન કાર્ડનો આરંભ

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છના દરેક તાલુકામાં દસ- દસ સેન્ટર પર કામગીરી શરૂ

અસંગઠિત મજૂરો અને શ્રમિકો માટે ઇ-નિર્વાણ અને યુ-વિન કાર્ડનો આરંભ ગત 8 તારીખે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને ગુજરા મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ,અમદાવાદ ખાતે વિશેષ મીટિંગ યોજાઇ હતી તેમાં કરવામાં આવ્યો હતો.કચ્છ કલેકટર પ્રવિણા ડી. કે. તેમજ રાજ્યના દરેક કલેકટરની ઊપસ્થિતમાં આ કાર્ડની વિધિવત શરૂઆત કરાઈ હતી. અનેક યોજનાનો સમગ્ર કચ્છમાં ફાળવેલ કુલ 868 જેટલા કાર્યરત સીએચસી સેન્ટર પરથી દરેક તાલુકામાં દસ-દસ જેટલા સેન્ટર પર કામગીરી ચાલુ પણ થઈ ગઈ છે.

જેના થકી અસંગઠિત મજૂરો અને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના શ્રમિકો માટે ઓનલાઈન નોધણી તેમજ યોજનાકીય અન્ય લાભો સરળતાથી મેળવી શકાશે. નોધણી કામગીરીની સરળતા અને પારદર્શકતા ઉપરાંત અરજદારે પોતાના કામકાજ માટે જિલ્લાની ઓફિસ અવાર નવાર ખોટા ધક્કા ન ખાવા પડે તેવા ઉદ્દેશથી અરજદારની નજીકના સીએચસી કેન્દ્ર પરથી ઉપલબ્ધ કરવામાં આવશે. જે અંગેની યાદી પણ ટૂંક સમયમાં બહુમાળી ભવન બાંધકામ બોર્ડની કચેરી, ભુજ કચ્છ દ્વારા બહાર પાડવામાં આવશે. તેમજ ફોન નંબર 02832-224095 પર ફોન કરી કઈ કઈ જગ્યા પર સીએચસી કાર્યરત છે તે માહિતી પણ મેળવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...