તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:LCB માં માથાકુટ કરનાર 3 સહિત 78 કર્મીઓની આંતરિક બદલી

ભુજ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં કરાયા આદેશ
  • બદલી ઇચ્છતા 17 કર્મચારીઓ મનગમતા સ્થાને

પશ્ચિમ કચ્છ એલસીબીમાં ડ્યુટી મુદે ઝઘડો કરનાર ત્રણ કર્મચારી સાથે અન્ય 78 કર્મચારીઓની એકી સાથે પશ્ચિમ કચ્છ એસપીએ શુક્રવારે આંતરીક બદલી કરવાના ઓર્ડર જારી કર્યા હતા. તો, જે કર્મચારીઓ મનગમતી જગ્યાએ બદલી ઇચ્છતા હતા. તેવા 17 કર્મચારીઓની પણ ટ્રાન્ફર કરવામાં આવી હતી.

ગત સોમવારની રાતે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં રાત્રી ડ્યુટીને લઇ ત્રણ કર્મચારીઓ વચ્ચે ચકમક થયા બાદ ઘટનાને લઇ ભારે હોવાળો થયો હતો. પશ્ચિમ કચ્છ એસપી દ્રારા ઘટના અંગે પ્રેસનોટ રીલીઝ કરી સ્પટતા કરાઇ હતી. દરમિયાન માથકુટ કરનારા એલસીબીના હેડ કોસ્પેબલ મહિપાલસિંહ નરેન્દ્રસિંહ જાડેજાને નરા પોલીસ મથકમાં, દીપુભા કરશનજી સોઢાને જખૌ મરિન પોસ્ટે તો, હરદેવસિંહ પ્રભાતસિંહ ગોહિલની બદલી નખત્રાણા પોલીસ મથકમાં કરવામાં આવી છે. તે ઉપરાંત જે પોલીસ કર્મચારીઓએ રૂબરૂ રજુઆત કરીને બદલીની ઇચ્છા દર્શાવી હતી. તેવા 17 કર્મચારીઓની આંતરીક બદલી કરી છે. એક સાથે પોલીસ કર્મચારીઓને બદલીને લઇને પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે.

અન્ય સમાચારો પણ છે...