બદલી:માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શાળાના 38 શિક્ષકોની કરાઇ આંતરિક બદલી

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘટ અને વિદ્યાર્થીઅોના શૈક્ષણિક હિતને ધ્યાન લઈ ફેરફાર
  • તાલુકા મુજબ ભચાઉમાં 5, માંડવીમાં 4, મુન્દ્રામાં 6, અંજારમાં 5, ભુજમાં 10, નખત્રાણામાં 4, અબડાસામાં 2, ગાંધીધામમાં 2

કચ્છમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સોમવારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં કુલ 38 શિક્ષકોની કામગીરી અને શાળા ફેરફારના અાદેશ થયા હતા, જેમાં તાલુકા મુજબ જોઈઅે તો ભચાઉમાં 5, માંડવીમાં 4, મુન્દ્રામાં 6, અંજારમાં 5, ભુજમાં 10, નખત્રાણામાં 4, અબડાસામાં 2, ગાંધીધામમાં 2 શિક્ષકોનો સમાવેશ થાય છે. કચેરી અાદેશમાં જણાવાયું હતું કે, જિલ્લા શિક્ષણાધિકારીની 24મી સપ્ટેમ્બરે માૈખિખ સુચના મળી હતી, જેથી શિક્ષકની ઘટ અને વિદ્યાર્થીઅોના શૈક્ષણિક હિતને ધ્યાને લઈ જાહેર સેવા અને વહીવટી સળરતા માટે મદદનીશ શિક્ષક, શિક્ષણ સહાયકોને તાત્કાલિક અસરથી શાળા અને કામગીરી ફેરફાર સાથે ફરજ બજાવવાની રહેશે.

સાૈથી વધુ માધ્યમિકમાં બદલી 38માંથી 25 જેટલા શિક્ષકો
માધ્યમિક શાળામાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, માધ્યમિકમાં ધોરણ 9 અને 10નો સમાવેશ થાય છે. જ્યારે ઉચ્ચતર માધ્યમિકમાં ધોરણ 11 અને 12નો સમાવેશ થાય. ધોરણ 8 પહેલા માધ્યમિકમાં અાવતું હતું. પરંતુ, અે હવે પ્રાથમિક શાળામાં અાવે છે.

ત્રણેક દિવસમાં ફેરફાર
38માંથી મોટાભાગના શિક્ષકોને મૂળ શાળા ઉપરાંત કામગીરી ફેરફારથી ફરજ બજાવવાની શાળામાં ત્રણેક દિવસ મૂકવામાં અાવ્યા છે.

ક્યા વિષયના શિક્ષકો
સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી, ગણિત-વિજ્ઞાન, મનો વિજ્ઞાન, નામું, ભૂગોળ, સંસ્કૃત, ઈતિહાસ, ગણિતશાસ્ત્રના શિક્ષકોની શાળામાં ફેરફાર થયો છે.

અન્ય સમાચારો પણ છે...