કામગીરી:ભુજમાં જિલ્લા ભાજપ દ્વારા વોર્ડ નં.11માં વીમા નોંધણી કરાશે

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજમાં જિલ્લા ભાજપ દ્વારા પ્રધાનમંત્રીના જન્મદિવસના ભાગરૂપે લોકોના પ્રધાનમંત્રી વીમા યોજના માટે વીમા નોંધણી કરવામાં આવશે. વોર્ડ નં.11માં તા.19/9ના સવારે 10 અને સાંજે 4 વાગ્યે વોર્ડ ઓફિસે જરૂરિયાતમંદ લોકોની પ્રધાનમંત્રી વીમા યોજના માટે વીમા નોંધણી કરવામાં આવશે. જેમાં 2 લાખ સુધીનું વીમા કવચ પ્રાપ્ત થશે. વોર્ડના લાભ લેવા માગતા રહેવાસીઓએ પોતાના આધારકાર્ડની ઝેરોક્ષ તેમજ બેંક પાસબુકનાં પહેલા પાનાની ઝેરોક્ષ સાથે લઇ આવવાની રહેશે. મોટી સંખ્યામાં આ યોજનાનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...