તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:તમામ સરકારી કર્મીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાવાઝોડા સંદર્ભે કલેક્ટર દ્વારા કરાઇ તાકીદ

વાવાઝોડાની અાગાહીના પગલે કચ્છમાં તંત્રઅે અાયોજન અને બચાવની કામગીરી શરૂ કરી દીધી છે. કલેક્ટર દ્વારા જિલ્લામાં આવેલી રાજય સરકારની કચેરીઓના વડાઓને વાવાઝોડાં સંદર્ભે અધિકારી/કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના અાપી હતી.

રાહત કમિશનર અને અધિક સચિવશ્રી મહેસુલ વિભાગ,ગાંધીનગરના તારીખ 12/5 ના પરિપત્ર અને વિગતે ભારતના હવામાન વિભાગે આપેલા બુલેટિન મુજબ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં અાવી છે જેના સંદર્ભમાં સાવચેતી અને સલામતીના પગલાં કોવિડ પ્રોટોકોલ સાથે સુનિશ્ચિત કરવાના થાય છે. જે મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે.

આવા સંજોગોને ધ્યાને લેતા જિલ્લાના તમામ અધિકારીશ્રી/કર્મચારીઓએ આગામી તા.20/5 સુધી કલેક્ટરની પરવાનગી વિના હેડક્વૉર્ટર નહિં છોડવા સુચના અપાઇ છે. તથા તેમ કરવામાં ચૂક થશે તો સંબંધિત અધિકારીશ્રી/કર્મચારી વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં ભરવાની કાર્યવાહી કરવામાં આવશે જેની સ્પષ્ટ નોંધ લેવા અાવશે.

અન્ય સમાચારો પણ છે...