તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhuj
 • Institutional Quarantine In Mandvi, People Protested With Cockroaches, People Protested Together: Not Even A Proper Bathing Facility

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કઠણાઇ !:માંડવીમાં ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરોન્ટાઇનમાં લોકોને વંદા યુક્ત શાક, લોકોને સાથે મળીને કર્યો વિરોધ : ન્હાવાની પણ યોગ્ય સુવિધા નહીં

માંડવી9 મહિનો પહેલા
 • કૉપી લિંક

માંડવીની સરકારી કુમાર છાત્રાલયમાં ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરોન્ટાઇન કરાયેલા લોકોના ખોરાકમાં મૃત જીવાત નીળતા હંગામો થયો હતો. ક્વોરોન્ટાઇમાં રહેલા લોકોએ સાથે મળીને આ અંગે   વિરોધ પણ કર્યો હતો. માંડવીમાં ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરોન્ટાઇન કરાયેલા લોકોને અારોગ્યને હાનીકારક ખોરાક અપાતો હોવાનું બહાર આવ્યું છે. અમદાવાદથી 7મેના લકઝરી બસમાં આવેલા માંડવીના 32 પ્રવાસીઓને હાલ ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરોન્ટાઇન કરાયા છે. તેવામાં તેઓને બપોરના ભોજનમાં અપાયેલા શાકમાં મૃત વંદો નિકળતા લોકોઅે વિરોધ કર્યો હતો. ભાવીક બી. સંઘવી નામના વ્યક્તિની ડીસમાં આ વંદો મળી અાવતા તમામને વાત કરી હતી. તમામ લોકોએ જવાબદારોનું ધ્યાન દોરવા છતાં યોગ્ય પગલા ન લેવાતા આ લોકોએ મીડિયાનું આ બાબતે ધ્યાન દોર્યું હતું. અહીં લોકોને સ્નાન કરવા માટે ડોલ કે ડોલચાની પણ વ્યવસ્થા કરવામાં આવી નથી. લોકો ખોબામાં પાણી ભરીને ન્હાય છે. જાણે જેલમાં હોય તેઓ અહેસાસ થઇ રહ્યો છે.જેના પગલે અહીં ખોરાક અને અન્ય સુવિધા સારી અપાય તેવી માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો