ફરિયાદોનો મારો:એસટીની રાત્રિ બસોમાં વિન્ડો ગ્લાસ લગાડો, પ્રવાસીઓ ઠરે છે

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મધ્યસ્થ કચેરીઅેથી મુખ્ય યાંત્રિક ઈજનેરે ડી.સી.ને સૂચના
  • પોર્ટલ, હેલ્પ ડેસ્ક અને મુખ્યમંત્રી સુધી ફરિયાદોનો મારો

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના યાંત્રિક ખાતામાંથી મુખ્ય યાંત્રિક ઈજનેરે 11મી નવેમ્બરે વિભાગીય નિયામકને પત્ર લખી સૂચના અાપી કે, રાત્રિ બસોમાં વિન્ડો ગ્લાસ લગાડો. શિયાળાની ઋતુમાં મુસાફરો ઠંડા પવનથી થરથર કાંપે છે.

પત્રમાં વધુમાં જણાવાયું છે કે, પી.જી. પોર્ટલ, પ્રવાસી હેલ્પ ડેસ્ક, સી.અેમ. દેશબોર્ડ ઉપરાંત મેઈલ દ્વારા મુસાફરો ફરિયાદો કરી રહ્યા છે. મુસાફરોના જણાવ્યા મુજબ ઘણી બસોમાં વિન્ડો ગ્લાસ ખુલતા નથી અને ચાલુ બસમાં અચાનક ખુલી જતા હોય છે. કેટલીક બસોમાં તૂટેલા હોય છે, જેથી રાત્રિ દરમિયાન ઠંડો પવન અાવતો રહે છે.

જે અંગે અવારનવાર ફરિયાદો મળતી રહે છે. મુસાફરોને હાલાકી ભોગવવડી પડે છે અને નિગમની પ્રતિષ્ઠાને પણ ઝાંખપ લાગે છે. તમામ વિભાગના તમામ વાહનોના તમામ વિન્ડોમાં ગ્લાસ લાગેલા હોવા જોઈઅે અને ખોલ-બંધ થતા હોવા જોઈઅે. વિન્ડો લોક, નોબ પણ લાગેલા હોવા જોઈઅે. જે બાબતે ચકાસણી કરીને 7 દિવસમાં અહેવાલ મોકલી અાપવો. ભવિષ્યમાં કોઈ ફરિયાદ અાવશે તો અધિકારી જવાબદાર રહેશે.

અન્ય સમાચારો પણ છે...