તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:દીપડા ટ્રેપનો શોખ ધરાવતા ફોટોગ્રાફરની પૂછતાછ જારી

ભુજ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ટેરિટોરીયલ એવિડન્સ મળ્યેથી ભવિષ્યમાં ગમે ત્યારે ગુન્હો નોંધાશે
 • ભવિષ્યમાં બિલાડીને પણ ટ્રેપમાં કેદ ન કરવાની કેફિયત આપતા છૂટકારો !

આહીરપટ્ટીના ગ્રામ્ય વિસ્તારમાં ટ્રેપ કેમેરા ગોઠવી વન્યજીવોને કચકડે કેદ કરી અંગત સ્વાર્થ સાધતા ગાંધીધામના ફોટોગ્રાફરની સતત બીજા દિવસે પૂર્વ કચ્છ વનવિભાગે રૂબરૂ ઓફિસે બોલાવી કડક પૂછતાછ કરી હતી.જેમાં ફોટોગ્રાફરે આ ટ્રેપ વાડીમાં ઉપયોગમાં લીધો હોવાનો લૂલો બચાવ આરએફઓ સામે કર્યો હતો.

આરએફઓ કે.બી ભરવાડે ટ્રેપ કેમેરા ગોઠવનાર ઈસમને કાયદાનું જ્ઞાન કરાવ્યું હતું.જો કે ગાંધીધામના ફોટોગ્રાફરે ભવિષ્યમાં દીપડા કે વિજુ સહીત અન્ય કોઈ પણ વન્યજીવને ટ્રેપ કેમમાં કેદ નહીં કરે તેવી કેફિયત આપી હતી.આરએફઓ કે.બી ભરવાડે જણાવ્યું કે,તે ઈસમને સ્પષ્ટ સૂચના અપાઈ છે કે,જો ભવિષ્યમાં ટ્રેપ કેમેરાના પુરાવા પણ મળશે તો તાત્કાલિક આ મુદ્દે ગુન્હો નોંધવામાં આવશે અને ધરપકડ કરાશે.હાલ સમગ્ર મામલે લેખિતમાં નિવેદન નોંધી લેવામાં આવ્યું છે.આ વિસ્તારોમાં વનવિભાગે વનરક્ષક અને ફોરેસ્ટરોને સતર્ક પણ કરીદીધા છે.

હવે, ટ્રેપ કેમેરા ગોઠવવા મુદ્દે ગંભીર કલમો તળે ગુન્હો નોંધાશે : DCF
પૂર્વ કચ્છ વનવિભાગના ડીસીએફ હર્ષ ઠક્કરે જણાવ્યું હતું કે,વન્યપ્રાણી અને વનક્ષેત્ર વિસ્તારમાં ગેરકાયદેસર ટ્રેપ કેમેરા ગોઠવવા મુદ્દે હવે શિકાર સહિતની કલમો તળે ગુન્હો નોંધાશે.જો કે કેટલીક ટોળકી જે હાલ આ બાબતે જિલ્લામાં સક્રિય થઇ છે,તેના પર વનવિભાગે ફિલ્ડસ્ટાફ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ડિવિઝનલ કચેરીથી ટેક્નિકલ સર્વેલન્સ પણ કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો