તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેદી મુલાકાત શરૂ થશે:પાલારા ખાસ જેલમાં 11 માસ બાદ કેદી મુલાકાત શરૂ થશે, લોકડાઉનને લીધે અત્યાર સુધી કેદીઓ વીડિયો કોન્ફરન્સથી સબંધી સાથે વાત કરતા

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનના લીધે પાલારા ખાસ જેલમાં કેદીઓની મુલાકાત બંધ કરવામાં આવી હતી, અત્યાર સુધી કેદીઓ પોતાના સબંધીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી વાત કરતા હતા. જો કે, 11 માસ બાદ ફરી મુલાકાત કરી શકશે જેના માટે અમુક શરતોનું પાલન કરવાનું રહેશે. ભુજની ભાગોળે પાલારા જેલમાં રહેલા કેદીઓને મળવા માટે લોહીનો સબંધ ધરાવતા બે વ્યક્તિઓ 15 દિવસે એક વખત મળી શકશે.

તો મળવા આવનાર સબંધીને કોવીડ 19 ટેસ્ટ કરાવવાનો રહેશે, રેપિડ એન્ટિજન ટેસ્ટ એક દિવસ પહેલાનો અથવા વધુમાં વધુ ત્રણ દિવસ દરમિયાન કરાવ્યો હોવાનો પુરાવો આપવાનો રહેશે. મુલાકાત રૂમની બહાર સોશિયલ ડિસ્ટન્સ તેમજ લોખંડની જાળી કે અન્ય કોઇપણ વસ્તુને સ્પર્શ કરવાનો રહેશે નહી.

દરેક મુલાકાતીએ માસ્ક પહેરવું તેમજ કોવીડ 19ની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. નોંધનીય છે કે, ગત વર્ષે લોકડાઉન જાહેર કરાયું ત્યારથી રૂબરૂ મુલાકાત બંધ કરી દેવાઇ હતી. 11 માસ બાદ ફરી પાલારા જેલમાં રહેલા કેદીઓને તેના સબંધીઓ નિયમોને આધીન મુલાકાત કરી શકશે તેવું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો