તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યા:ભચાઉના કરમરીયા ગામે થયેલી મારામારીનો બનાવ હત્યા પલટાયો, કુંજીસરના ઘાયલ યુવાનનું મોત

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડમ્પરધારક યુવકનું પેટ્રોલપંપના સંચાલક સાથે બાયોડીઝલ મુદ્દે મનદુઃખ થયાની ચર્ચા

પૂર્વ કચ્છના વાગડ વિસ્તારના ભચાઉ તાલુકાના કરમરીયા ગામે બે દિવસ પૂર્વે ડંપરમાં ડીઝલ પુરાવાને લઈ પેટ્રોલ પંપ સંચાલક સાથે થયેલી માથાકૂટ બાદ એકજ જ્ઞાતિના યુવકો વચ્ચે પતાવટ કરવા બેઠક બોલવાઈ હતી જે દરમ્યાન કુંજીસરના યુવક પર ટોળાએ હુમલો કરી ધકબુશટનો માર મારતા ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકનું આજે સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું.

આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક માહિતી મુજબ બે દિવસ પૂર્વે ભચાઉ દુધઈ માર્ગે પરના એક પેટ્રોલ પમ્પ પાસે કુંજીસરના 37 વર્ષીય માદેવા કાના અહિરે પોતાના ડંપર માટે ડીઝલની ખરીદી કરવા આવ્યા હતા ત્યારે કરમરીયા ગામના આહીર સમજનાજ એક પ્રતિષ્ઠિત વ્યક્તી સાથે માથાકૂટ થઈ હતી. જેની પતાવટ કરવા ગઈ કાલ બપોરે હતભાગી યુવક માદેવાભાઈને પતાવટ કરવા કરમરીયા બોલાવવામાં આવ્યા હતા. ચાલી રહેલી બેઠક દરમ્યાન બન્ને યુવકોની ઉગ્ર બોલાચાલી થતા કરમરીયા ગામ ખાતે એકલા આવેલા માદેવાભાઈ ઉપર ટોળાએ હુમલો કરી દીધો હતો અને હાથ પગ વડે ઢોરમાર માર્યો હતો.

હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને બાદમાં સમાજના અન્ય લોકોએ ભચાઉ સરકારી દવાખાને ખસેડયો હતો. જ્યાં તેમની પ્રાથમિક સારવાર બાદ વધુ ઈલાજ માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં આજે સવારે સારવાર દરમ્યાન માદેવા આહીરનું મૃત્યુ નીપજ્યું હતું.

એકજ સમાજના યુવકો વચ્ચે સામાન્ય બાબતે થયેલી બાબલના કારણે આહીર સમાજમાં હત્યાના બનાવથી વાગડ વિસ્તારમાં ચકચાર પ્રસરી જવા પામી છે. બનાવના પગલે સમાજ અગ્રણીઓએ અફસોસની લાગણી વ્યક્ત કરી હતી.બે પુત્ર અને એક પુત્રીનો પિતાની હત્યાના પગલે કુંજીસર ગામમાં સોંપો પડી ગયો છે. ભચાઉ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.

હતભાગીના નાનાભાઈ રમેશ કાના આહીર દ્વારા પોલીસ મથકે લખાવાયેલી ફરિયાદ અનુસાર કરમરીયા ગામના શંકર ડાયા આહીર સાથે મારા મોટા ભાઈ માદેવાભાઈની વાહન બાબતે માથાકૂટ થઈ હતી, જેમાં શંકર ડાયા અને તેના માણસોએ મારી મોટર સાયકલ તોડી નાખી હતી, તો સામે મારા ભાઈએ પણ આરોપીની સ્કોર્પિયો ગાડીમાં અને હોટલ પાર્કિંગમાં નુકશાન કર્યું હતું.

જે અંગેનું મનદુઃખ રાખી શંકર ડાયા આહીર અને તેની સાથેના ચાર માણસોએ મારો ભાઈ કરમરીયા ગામથી ગાડી લઈને આવી રહેલ ત્યારે આરોપી અને તેની સાથેના ચાર માણસોએ મને રોક્યો હતો અને ગાડીમાં તોડફોડ કરી હતી. બાદમાં મારા ભાઈને ગાડી નીચે ઉતારી લાકડી ધોકા વડે માર મારતા મારા બન્ને હાથ અને પગ ભાંગી નાખ્યા હતા. જેના બાદ મારા કાકાજી સસરા પાલભાઈ અહિરે મારા ભાઈને ભચાઉ સરકારી દવાખાને ખસેડયા હોવાની વિગત મને મારા ભાઈએ એમયુલન્સમાં ભૂજ લઈ આવતી વખતે જણાવી હતી .

અલબત્ત ઘાયલ યુવકને પ્રાથમિક સારવાર બાદ વધુ ઈલાજ માટે ભુજ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફત ખસેડયા હતા. દરમ્યાન આજે તેમનું મૃત્યુ થયું હતું. આથી કરમરીયા ગામના માજી સરપંચ અને હાલના સરપંચના પતિ શંકર ડાયા આહીર અને તેના ચાર સાગરીતો વિરુદ્ધ પોલીસે વિવિધ કલમો તળે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...