સુરખાબને બચાવાયું:લખપત તાલુકાના બૈયાવા ગામની સીમમાંથી ઇજાગ્રસ્ત સુરખાબને સેવાભાવી લોકોએ બચાવ્યું

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાંખના ભાગે ઇજા પહોંચતા સુરખાબ બાવળની ઝાડીમાં ફસાઈ ગયું હતું
  • માતાના મઢ વન વિભાગે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક સારવાર કરી
  • વન વિભાગે સુરખાબને પ્રાથમિક સારવાર આપી ભુજ ખાતે મોકલી આપ્યું

સરહદી લખપત તાલુકાના બૈયાવા ગામની સીમમાં ગઈકાલે રવિવારે બાવળની ઝાડીમાં ફસાયેલા એક સુરખાબને સ્થાનિક લોકો દ્વારા બચાવાયું હતું. બાવળની ઝાડીમાં ફસાયેલા સુરખાબ પક્ષી ઉપર રાહદારી એમ.કે.જાડેજાનું ધ્યાન જતાં અન્ય સ્થાનિક સેવાભાવીની મદદ વડે તેને બહાર લાવી વનવિભાગને જાણ કરાઈ હતી. વન વિભાગે સુરખાબને પ્રાથમિક સારવાર આપી ભુજ ખાતે મોકલી આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે સંભવિત કોઈ વીજતારના સંપર્કમાં આવી જતા પાંખના ભાગે ઇજા પામેલું સુરખાબ ઉડી ના શકતા ઝાડીમાં ફસાઈ ગયું હતું. જેને બાદમાં સ્થાનિક સેવાભાવી શિવુભા.ડી.જાડેજા સહિતના લોકોએ સલામત રીતે બહાર લાવી માતાના મઢ વન વિભાગને જાણ કરી હતી. વિભાગના જીએલ સોલંકી સહિતના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્ત પક્ષીની પ્રાથમિક સારવાર કરાવી હતી. જેને બાદમાં ભુજ ખાતે મોકલવામાં આવ્યું હતું. નોંધનીય છે કે ત્યાંથી આ પક્ષીને જૂનાગઢ ખાતે પહોંચાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...