તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરતી પ્રક્રિયા:ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં 329 શિક્ષણ સહાયકનું ડોકયુમેન્ટ વેરિફિકેશન શરૂ

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ દિવસે 240માંથી 157 હાજર થયા, 83 ગેરહાજર રહ્યા

કચ્છમાં ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઅોમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં પ્રથમ દિવસે 329માંથી 240 ઉમેદવારોની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પરંતુ, 157 હાજર રહ્યા હતા અને 83 ગેરહાજર રહ્યા હતા.જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગવાન પ્રજાપતિઅે અાપેલી માહિતી મુજબ ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઅોમાં કુલ 12 હજાર 802 શિ્ક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં કચ્છમાં 329 ઉમેદવારો ફાળવાયા છે.

કચ્છમાં 329 ઉમેદવારોનું ડોકયુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને આ ડોકયુમેન્ટ વેરિફિકેશનની કામગીરી 10મી અને 11મી જૂનના જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભુજ ખાતે કરવાનું શરૂ કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...