રજૂઆત:કચ્છમાં માહિતી અધિકારી નાણાં ભરવાની સમયસર જાણ કરતા નથી

ભુજ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાયદાનું ઉલ્લંઘન, સરકારને નુકસાન બદલ મુખ્ય સચિવને રાવ

કચ્છમાં જાહેર માહિતી અધિકારી દ્વારા નાણાં ભરપાઇ કરવાની જાણ સમયસર ન કરી સરકારને નુકસાની જઇ રહી છે.કચ્છની સરકારી કચેરીઅોના માહિતી અધિકારી દ્વારા માહિતી માંગનારાને નાણાં ભરપાઇ કરવા કોઇપણ જાતની જાણ કરાતી નથી.

માહિતી અધિકારના કાયદા મુજબ સમય મર્યાદામાં જાણ ન કરાતાં અપીલ અધિકારીને માહિતી મફત અાપવાની કાયદાકીય જોગવાઇ મુજબ હુકમ કરવો પડે છે. મોટા પ્રમાણમાં માહિતી મફતમાં અાપવાના કારણે સરકારને મોટું અાર્થિક નુકસાન જઇ રહ્યું છે. જાહેર માહિતી અધિકારી દ્વારા માહિતી માંગનારાને કાયદાની નિયત જોગવાઇ મુજબ નાણાં ભરપાઇ કરવાની જાણ સમય મર્યાદામાં કરવામાં અાવે અને જો કોઇ જાહેર માહિતી અધિકારી દ્વારા સમયસર જાણકારી અાપવામાં ન અાવે તો તેવા અધિકારીઅોના પગારમાંથી તેટલી રકમ કપાત કરવામાં અાવે તેમજ ભવિષ્યમાં અાવી બેદરકારી બદલ તેઅોને મળવાપાત્ર નોકરીના તમામ લાભો ન અાપી દંડ સાથે ખાતાકીય તપાસ કરવાની માગ સાથે ભારતીય માહિતી અધિકાર પ્રચાર પ્રસાર સંઘના અેમ.અે. બાવાઅે રાજ્યના મુખ્ય સચિવને લેખિત રજૂઅાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...