તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માર્ગદર્શન:બાળકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે જીકે હોસ્પિટલના તબીબોએ આપી માહિતી

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના સાથે અન્ય બીમારીથી બાળકોને બચાવવા યોગ્ય આહાર જરૂરી: તબીબ

સંભવિત કોરોના બીમારીની ત્રીજી લહેરથી બાળકોને સુરક્ષિત રાખવા માટે રોગ પ્રતિકાર શક્તિ વધારવા માટે યોગ્ય આહાર જરૂરી હોવાનું ભુજની જીકે જનરલ હોસ્પિટલના બાળરોગ તબીબ ડો. રેખાબેન થડાનીએ વિસ્તૃત માહિતી સાથે જાહેર કર્યું હતું.

કોરોનાની બીજી લહેરમાં જીકે હોસ્પિટલ ખાતે કોરોનાગ્રસ્ત બાળકોને પણ સારવાર આપવામાં આવી હતી. હવે જ્યારે કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે સંભવિત ત્રીજી લહેરમાં બાળકો તેનો ભોગ ન બને તે માટે નાના મોટા તમામ બાળકોની રોગ પ્રતિકાર શક્તિ વધારવા માટે તેમના આહારમાં તબીબ દ્વારા જરૂરી સૂચનો જણાવવામાં આવ્યા છે.

ડો રેખાબેનના જણાવ્યા અનુસાર એક વર્ષના બાળકને લીંબુ, નારંગી, મોસંબીનો રસ આપી શકાય, તેનાથી વધુ ઉંમરના બાળકને નારંગી, મોસંબી ખાવા આપી શકાય, એમાંથી પ્રોટીન મળશે.પાંચ વર્ષ સુધીના બાળકને સીંગદાણા, ચણા ( 50-50 ગ્રામ)ડ્રાયફ્રુટનો પાવડર બનાવી આપી શકાય, જ્યારે મોટા બાળકો ડ્રાયફ્રુટ સીધુજ ખાઈ શકે છે. તદુપરાંત દૂધ, દહીં, પનીરમાંથી પ્રોટીન માટે સારા.

ખોરાકમાંથી ફાઇબર મેળવવા ફ્રૂટ , પપેયું, કેળા, લીલા શાકભાજી, દાળ, ખજૂર, ગાજર, બાળકની ઉંમર મુજબ આપી શકાય, આયર્ન માટે સોજીનો સિરો, પૌવા, તલની ચીક્કી, બાજરા, ઘઉંનો રોટલો - રોટલી, આપી શકાય. તેમજ ઉંમર પ્રમાણે કેલરીની જરૂરિયાત પૂરી પાડવા, 1 થી 3 વર્ષના બાળકને ખોરાકમાં 1 હજાર કેલરી અને ત્યાર પછીના દર વર્ષે 100 કેલરીનો તેમાં વધારો કરી શકાય, ખાસ કરીને ઇમ્યુનિટી વધારવા 500 મિલીથી 1 લીટર પાણી પીવું બાળક માટે ખૂબ મહત્વનુ છે.

બાળકને વધારે પ્રમાણમાં બ્રેડ, તળેલી, ક્રીમવાળી વસ્તુઓ કે બજારમાં મળતા જંકફૂડના પડીકાઓ આપવા ન જોઈએ. સંભવિત કોરોનાની ત્રીજી લહેરને જોતા બાળક ક્યાંય ભીડમાં ન જાય, ચાઈલ્ડ માસ્ક પહેરે, એ ખાસ જરૂરી હોવાનું જીકેના બાળરોગ તબીબે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...