તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:કચ્છમાં ચોર-ઉચ્ચકાઓનો ઉપદ્રવ વધ્યો

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસની બુઠ્ઠી તલવાર સામે પડકાર

પશ્ચિમ કચ્છમાં તસ્કરીના બનાવોમાં ભારે ઉછાળો આવ્યો છે, ચાર દિવસ બાદ માંડવીના તલવાણાના વધુ બે મંદિરોને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો.તો એ પૂર્વે મુંદરામાં પણ મંદિરમાં ચોરી કરી મોટી રકમ તફડાવી જવાઇ હતી. દેવસ્થાનોમાં વધતા જતા ચોરીના બનાવોએ પોલીસ સામે પડકાર ફેંકયો છે. માંડવીમાં પાન-બીડીના ગલ્લામાં રોકડ તેમજ માલસામાન અને અબડાસાના બેલાવાંઢમાં પવનચક્કીના વાયરો કાપી લઇ જવાયા હતા.

હવે તલવાણામાં ત્રણ મંદિરની દાનપેટીમાંથી રોકડની ચોરી
માંડવી તાલુકાના તલવાણા ગામે જુદા જુદા ત્રણ મંદિરોના તાળા તોડી તસ્કરો દાનપેટીમાંથી રોકડ ઉઠાવી ગયા હતા. ગામના ઇશ્વેશર મહાદેવ મંદિરના તાળા તોડી તસ્કરો દાનપેટીમાં રહેલી બે હજાર તથા રાધાક્રિષ્ના ઠાકર મંદિરમાં તસ્કરો મોડી રાત્રે ત્રાટકી દાનપેટીમાંથી 500 જેટલી રોકડની તસ્કરી કરી ગયા હતા. તો મહેશ્વરીવાસમાં આવેલા જશરાજ મંદિરમાંથી અંદાજે ચારેક હજારની ચોરી અજાણ્યા ઇસમો ચોરીના બનાવને અંજામ આપી ગયા હતા. મંદિરના પુજારી ગિરીશપુરી ગોસ્વામીએ માંડવી પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી. એક જ સપ્તાહમાં આ વિસ્તારમાં ફરી ત્રણ મંદીરમાં તસ્કરો ત્રાટકયા હતા એ પૂર્વે શ્રીરામનગરમાં આવેલા લક્ષ્મીનારાયણ મંદિરમાં તસ્કરો બે મુર્તિ અને દાનપેટીમાં રહેલી 20 હજાર રોકડ ઉઠાવી ગયા હતા જે બનાવ અંગે પોલીસ તસ્કરો સુધી પહોંચી શકી નથી ત્યારે વધુ બે મંદિરોમાં ચોરી થતા તસ્કરોએ પોલીસ સામે પડકાર ફેંકયો છે. તો બિદડા ઓપીના જમાદાર દિપસીંહ સોઢાએ જણાવ્યું હતું કે, પોલીસે પોતાની કામગીરી સંપન્ન કરીને એક શખ્સની અટકાયત કરી આગળની તપાસ ચલાવી રહી છે.

બિદડામાં પાનના ગલ્લામાંથી 18 હજારની મત્તા ચોરાઇ
માંડવી તાલુકાના બિદડા ગામે આશાપુરા મંદિરની બાજુમાં નીતિનભાઇ રાજગોરના આવેલા પાન બિડીના ગલ્લાના તાળા તોડી તસ્કરો દુકાનમાં રહેલી 15 હજાર રોકડ, જુદા જુદા બ્રાન્ડની સિગરેટ કિંમત 800, વેફરના પેકેટ 5, નાની પેટીમાં રહેલી 500 રૂપિયા રોકડ મળી 18 હજાર રૂપીયાની માલમત્તા ચોરાઇ જતા માંડવી પોલીસ મથકે ફોજદારી નોંધાવાઇ હતી.

મેઘપર બોરીચીમાં માલિક સુતા રહ્યા ને 1 લાખના દાગીના-રોકડની ચોરી
અંજાર તાલુકાના મેઘપર-બો.ની આશાપુરા સોસાયટીના જલારામ મંદિર પાસે રહેતા અને છૂટક મજૂરી કામ કરતા 38 વર્ષીય ધરમસીભાઈ લાલજીભાઈ વાઘેલાની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ તા. 30/11ના તેઓ તેમના ઘરમાં સુતા હતા જે સવારે 6 વાગ્યે ઉઠીને જોતા બાજુની ઓરડીનો દરવાજો ખુલ્લો હતો. જેમાં રાખેલી તિજોરી માંથી કોઈ અજાણ્યા ચોર ઈસમો રૂ. 30,000ના કિંમતની 4 સોનાની વીંટી, રૂ. 15,000ના કિંમતની સોનાની ચેઇન, રૂ. 3,000ની કિંમતના ચાંદીના 3 સિક્કા તેમજ 6 ચેઇન, રૂ. 6000ની કિંમતના ચાંદીના 6 કડા, રૂ. 7500ની કિંમતની ચાંદીની 19 વીંટી તેમજ રૂ. 35,000 રોકડા સહિત કુલ રૂ. 96,500ના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા. જે બાબતે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અબડાસાના બેલાવાંઢમાં પવનચક્કીના 25 હજારના કેબલ વાયર ચોરાયા
અબડાસા તાલુકાના જખૌ નજીક બેલાવાંઢમાં આવેલી સુઝલોન કંપનીની પવનચક્કીના વાયર સપ્લાયનો કેબલ કાપી 25 હજારની કિંમતનો 520 મીટરનો વાયર કાપીને તસ્કરો તફડાવી ગયા હતા. પવનચક્કીના સિક્યુરીટિ ઓફીસર નારૂભા જાડેજાએ જખૌ પોલીસ મથકે કોઇ અજાણ્યા ઇસમો સામે ફોજદારી નોંધાવી હતી.

કચ્છમાં એક માસમાં થયેલી મંદિર ચોરીઓ
11મી નવેમ્બરના અંજાર તાલુકાના મેઘપર બોરીચીના મહાદેવ મંદિરમાંથી 85 હજારની તસ્કરી, 23મીએ કિડાણાના રામમંદિરમાંથી 49200ની ચોરી, મુંદરાના ગુંદાલામાં મંદિરમાંથી 70 હજારની તેમજ બિદડાના રામ મંદિરમાંથી તસ્કરી મળી આ માસમાં ચાર બનાવોને તસ્કરો અંજામ આપી ચુકયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો