ધ્વજવંદન:ભારતીય કોસ્ટગાર્ડના જવાનો દ્વારા કચ્છના કિદરત બેટ પર તિરંગો લહેરાવી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા 75 સ્વતંત્રતા દિવસ પર દેશના 100 ટાપુ પર તિરંગો લહેરાવવામા આવ્યો

દેશ આજે 75 સ્વતંત્રતા દિવસની આન-બાન-શાનથી ઉજવણી કરી રહ્યો છે ત્યારે ભારતીય કોસ્ટગાર્ડે 75માં સ્વાતંત્ર્ય દિન નિમિતે દેશના 100 ટાપુઓ પર તિરંગો લહેરાવી પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી.

ગુજરાતની વાત કરીએ તો, ગુજરાતના કચ્છના જખૌ વિસ્તારમાં આવેલા કિદરત બેટ પર ભારતીય કોસ્ટગાર્ડના જવાનો દ્વારા તિરંગો લહેરાવી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામા આવી હતી. તટ રક્ષક દળની ખાસ પેટ્રોલિંગ શીપમાં તિરંગો લહેરાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. અને દેશ ભક્તિના ગીત સાથે સ્વાતંત્ર્યદિવસની જોશભેર ઉજવણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...