તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કન્ટેઇન્મેન્ટ ઝોન:ઇન્ડિયન બેન્ક પણ બંધ કરવી પડી

ભુજ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કન્ટેઇન્મેન્ટ ઝોનમાં હોતાં 22 સુધી લોક, કચ્છની પહેલી બેન્ક

મુંબઇથી આવેલી તબીબ યુવતીને કોરોના પોઝિટીવ નીકળતાં તેમના નિવાસસ્થાન સહિત આસપાસના વિજયનગરને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયો છે જેને પગલે આ વિસ્તારમાં આવેલી ઇન્ડિયન બેન્કને તાળા લગાવવાની ફરજ પડી છે. તા. 22/5 સુધી આ બેન્ક બંધ રહેશે. કચ્છમાં આ પ્રકારે પહેલી બેન્ક કોરોનાના ભરડામાં આવી છે. સરકારની માર્ગદર્શિકા મુજબ પોઝિટીવ દર્દી રહેતો હોય તેની આસપાસના ચોક્કસ વિસ્તારને કન્ટેઇન્મેન્ટ ઝોનમાં ફેરવીને પોલીસની પરવાનગી વિના અવર જવર માટે પ્રતિબંધિત કરાય છે. તબીબ યુવતી રહે છે તેની સાવ નજીક આવેલી ઇન્ડિયન બેન્ક પણ કન્ટેઇન્મેન્ટ ઝોનમાં આવી જતાં ચાલુ મહિનાની 22 તારીખ સુધી બંધ કરવાની ફરજ પડી છે પરિણામે આર્થિક લેવડ દેવડ પણ બંધ થવાથી ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે. જો કે, બેન્કના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ઇમરજન્સીના કિસ્સામાં માધાપરની બ્રાન્ચનો સંપર્ક કરવા જણાવાઇ રહ્યું છે. બેન્ક પરિસરમાં એટીએમ હોતાં હાલે તે પણ બંધ કરી દેવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો