ભારત અને પાકિસ્તાનને અંગ્રેજોના શાસનમાંથી 15 ઓગસ્ટ 1947 રોજ મુક્ત થયાને 75 વર્ષ થયા જેની ઉજવણી દર સાલની જેમ આ વખતે પણ બન્ને પડોશી દેશો ઉજવી રહ્યા છે. જેના ભાગરૂપે આજે કચ્છની સરહદ પર બન્ને દેશના રક્ષક જવાનો દ્વારા એકમેકને મીઠાઈરૂપી શુભેચ્છાઓની આપ-લે કરવામાં આવી હતી.
કચ્છ જિલ્લાની પાકિસ્તાન સરહદને અડીને આવેલા ભારતના પિલર ન. 1079/M પાસે સીમા સુરક્ષા દળના જવાને પાકિસ્તાનના 14 ઓગસ્ટના સ્વતંત્રતાદિન પ્રસંગે મીઠાઈનું બોક્સ ગિફ્ટ રેપર સાથે શુભેચ્છા રૂપે આપ્યું હતું. તો સામે પાકિસ્તાનના બાજુથી પણ ભારતના જવાનોને મીઠાઈ આપવામાં આવી હતી. ખુશીના આ પ્રસંગે બન્ને દેશના ઉપસ્થિત જવાનોએ હર્ષોલ્લાસ સાથે વધાવી લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.