તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એલર્ટ:પાકિસ્તાન નેવીમાં વધુ એક યુદ્ધ જહાજના આગમનથી ભારતીય એજન્સીઓ સતર્ક

નારાયણ સરોવર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રોમાનીયા સાથે કરાર બાદ અંતે પાકિસ્તાનને ફ્લીટ કક્ષાનું જહાજ સોંપાયું
 • જહાજ યુદ્ધ, બચાવ ઓપરેશનમાં કામ લાગી શકે : જોકે ભારતીય નેવી સામે પાકિસ્તાનની નેવી હજુ ખૂબ કમજોર

આર્થિક રીતે ભાંગી પડેલુ પાકિસ્તાન લશ્કરી ખર્ચમાં સતત વધારો કરી રહ્યું છે. ખાસ કરીને ભારતની બરાબરી કરવા વધારેને વધારે સામરીક સાધનો ખરીદી કરી રહ્યું છે. તેવામાં રોમાનીયા સાથે થયેલા કરારના પગલે પાકિસ્તાની નેવીમાં વધુ એક ફ્લીટ (મધ્યમ કદનું યુદ્ધ જહાજ) સામેલ કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ આ જહાજ તૈયાર થયા બાદ પાકિસ્તાનને સોંપવામાં આવી છે. એક યુદ્ધ જહાજનો ઉમેરો થતા પાકિસ્તાની એજન્સીઓ ઉછળ-કૂદ કરવા લાગી છે. તો અરબ સાગરમાં ભારતે સતર્કતા વધારી દીધી છે.

આ અંગે મળતી વિગતો મુજબ પાકિસ્તાની રક્ષા મંત્રાલય અને રોમાનીયાની ડમન શીપયાર્ડ સાથે થયેલા કરાર પ્રમાણે પાકિસ્તાનની નેવીને બે ફ્લીટ મળવાની થતી હતી. જેમાંથી એક યુદ્ધ જહાજ આ વર્ષના શરૂમાં પાકિસ્તાનને મળી ગયું છે. તેવામાં બીજુ યુદ્ધ જહાજ તાજેતરમાં જ પાકિસ્તાનને સોંપવામાં આવ્યું હતું. રોમાનીયાના બ્લેક સી પોર્ટ ખાતે એક કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં પાકિસ્તાની નેવીના અધિકારીઓ પણ જોડાયા હતાં. આ નવા યુદ્ધ જહાજથી પાકિસ્તાની નેવીની તાકાતમાં વધારો થયો છે. ખાસ કરીને કચ્છને પાકિસ્તાનની સમુદ્રી સરહદ સ્પર્શતી હોવાથી અહીંની એજન્સીઓની આ તમામ ઘટનાઓ પર નજર રાખી રહી છે.

સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ શિપનું નામ પાકિસ્તાને તબૂક રાખ્યું છે. તે ઇલેકટ્રોનીક વોરફેર તથા એન્ટીશિપ અને અન્ટી એર હથીયારોથી સજ્જ છે. તથા તે આધૂનિક આત્મ સુરક્ષા વ્યવસ્થા ધરાવતુ હોવાનો દાવો પાકિસ્તાની એજન્સીઓએ કર્યો હતો. આ શિપ યુદ્ધની સાથે જુદા-જુદા ઓપરેશનમાં પણ કામ લાગી શકે તેવી રીતે તૈયાર કરવામાં આવી છે. આ શિપના આગમન સાથે અરબ સાગરમાં પોતાની તાકાતમાં વધારો થયો છે તેવી પાકિસ્તાનને વહેમ છે. જોકે ભારતના અત્યાધૂનિક જહાજો અને હથિયારો સામે પાકિસ્તાના આ જહાજો ખૂબ જ નબળા છે. તેમ છતાં ભારતની એજન્સીઓ વધારે સતર્ક થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો