સટ્ટો:સટ્ટાબજારમાં ભારત 30 પૈસા, અન્ય ટીમો ચેમ્પિયન માટે ફેવરીટ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતના બે પરાજય, પાક.ના 3 વિજય બાદ ભાવમાં ફેરફાર
  • ક્રિકેટમાં ભારત સેમિફાઇનલમાં અાવે તે માટે બુક્કી બજારમાં સોદાઅો થયા

ભારત અને પાકિસ્તાનની મેચમાં ભારતનો પરાજય થયા બાદ પાકિસ્તાનની ટીમનો સતત ત્રણ વખત વિજય થતા સટ્ટા બજાર ઉલટા થઇ ગઇ છે. હવે ભારત સેમિફાઇનલમાં અાવે તે માટેના ચાન્સ અોછા રહ્યા છે. ન્યૂઝિલેન્ડની ટીમ સ્કોટલેન્ડથી ટીમ સામે હારી જાય તો ભારત સેમિ ફાઇનલમાં અાવી શકે નહીંતર ભારત ક્રિકેટમાંથી બહાર થઇ જશે.

ઇન્ડિયાની ટીમ ક્રિકેટ મેચના ટી-20 વર્લ્ડકપમાં વિનર થવા માટે હોટ ફેવરીટ મનાતી હતી પરંતુ ભારતની ટીમના બે વખત પરાજય બાદ તખ્તો પલ્ટાયો છે જેની અસર ભુજના બુકી બજારમાં પણ જોવા મળી છે. સટ્ટાબજારમાં જાણે અફરાતફરી મચી ગઇ હોય તેમ વર્લ્ડકપના પ્રારંભે જે ટીમ પર સટ્ટોડીયાઅો અેક રૂપિયા લગાવવામાં ઇચ્છા ધરાવતા ન હતા તે ટીમ પર હવે પૈસા લગાવવાનું શરૂ કરી દીધું છે. ભારત પાકિસ્તાનની મેચમાં કારમો હાર થયા બાદ પાકિસ્તાનનો ઘોડો માર્કેટમાં અાગળ અાવી ગયો છે. બુધવારે ન્યૂઝીલેન્ડ સ્કોટલેન્ડની ટીમ સામે હારી જાય તો જ ભારત સેમીફાઇનલ મેચ રમી શકશે. ભારતને સેમિફાઇનલમાં અાવવા માટે કુલ ત્રણ ટીમો સામે મેચ રમવાની હશે. જેમાં અફઘાનીસ્તાન, સ્કવોટલેન્ડ અને અાર્યલેન્ડ સામે મેચ રમ્યા બાદ જીતી જાય તો સેમીફાઇનલમાં સમાવેશ થઇ શકે તેમ છે. હાલ, ભારતનો ભાવ 30 પૈસા બુક્કી બજારમાં બોલાઇ રહ્યો છે અેટલે કે 30 પૈસામાં ફેવરેટ ભારત પર લગાડો તો અેક લાખ રૂપિયા જાય અને ત્રીસ હજાર રૂપિયા મળે. ભારત કરતા પાકિસ્તાન, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, અોસ્ટ્રેલીયા, અાફ્રીકા અને વેસ્ટઇન્ડિઝનો ભાવ વધી ગયો છે.

ઓસ્ટ્રેલીયા, ઇંગ્લેન્ડને હરાવ્યા બાદ પંટરોઅે ઇન્ડિયાની જીત પર પૈસા લગાવ્યા
ઇન્ડિયાની ટીમે અોસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની ટીમને હરાવ્યા તે જોઇને પંટરીયાઅોઅે અાગોતરા સોદા લખાવી નાખ્યા છે. ટીમ ઇન્ડિયા જીતશે તેવી અાશાઅે લોકોઅે પૈસા લગાવી નાખ્યા છે. જો કે, ભારત સેમિફાઇનલમાં પહોંચશે કે નહીં તેવો અેક સવાલ ખડો થયો છે. જો સેમિફાઇનલમાં પણ ભારતની ટીમ નહીં પહોંચે તો પૈસા રિકવર કરવા પણ અઘરા પડી જશે.

અન્ય સમાચારો પણ છે...