તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:સીસીટીવી, એસી, દ્રાક્ષ, માઇક જેવા ચિન્હો સાથે અપક્ષો લડશે ચૂંટણી

ભુજ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઉમેદવારી ફોર્મમાં પ્રતિક માટે ત્રણ વિકલ્પ અપાય છે
 • પાલિકા અને પંચાયતોની બેઠક પર ફાળવાયા પ્રતિકો

માન્ય રાષ્ટ્રીય પક્ષોના ઉમેદવારો નિશ્ચિત પ્રતિકો સાથે ચૂંટણી લડે છે પણ અપક્ષે પસંદ કરેલા ત્રણ પૈકીના કોઇ એક ચિન્હને ચૂંટણી અધિકારી દ્વારા માન્યતા અપાય છે. કચ્છમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અપક્ષ ઝૂકાવનારા ઉમેદવારોને સીસીટીવી, એસી, દ્રાક્ષ, માઇક જેવા ચિન્હો ફાળવાયા છે.

ભુજ, અંજાર, ગાંધીધામ, માંડવી અને મુન્દ્રા-બારોઇ નગર પાલિકા, તમામ 10 તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતનની ચૂંટણીમાં ઝુકાવનારા અપક્ષો દ્રાક્ષ, વહાણ, સીસીટીવી કેમેરા, ફળની ટોપલી, સિલાઇ મશિન, પેટી, ફૂટબોલ, સફરજન, એર કંડિશનર, બંગડી, માઇક, ટ્રક, ઘડો, ફૂટબોલ, પ્રેશર કૂકર, બાલદી, ટેબલ, બ્રિફકેસ, કોટ, હારમોનિયમ, પેન સ્ટેન્ડ, ગેસ સ્ટવ અને લંચ બોક્સ જેવા પ્રતિકો સાથે મેદાનમાં ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે, નામાંકન પત્ર રજૂ કરતી વખતે અપક્ષ ઉમેદવાર દ્વારા ચૂંટણી પંચ માન્ય કોઇ ત્રણ પ્રતિક પસંદ કરવાના હોય છે જે પૈકીનું કોઇ એક સંબંધિત ચૂંણી અધિકારી નક્કી કરે છે. આ પ્રક્રિયા ફોર્મ પરત ખેંચવાના દિવસે જ આટોપી લેવાય છે.

મુન્દ્રાના અપક્ષોના ચિન્હ વેબ સાઇટ પર ચડ્યા નહીં
રાજ્યની ચૂંટણી વેબ સાઇટ પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વિશે પક્ષ, ઉમેદવારનું નામ, બેઠક, ચિન્હ સહિતની વિસ્તૃત યાદી મુકવામાં આવે છે પણ પ્રથમ વાર યોજાનારી મુન્દ્રા-બારોઇ પાલિકાની ચૂંટણી લડનારા અપક્ષના ચિન્હ કયા છે તે વિશે કોઇ માહિતી ઉપલબ્ઘ નથી. જિલ્લા અને તાલુકા પંચાયતની પણ કેટલીક બેઠક પર અપક્ષના પ્રતિક વિશે વિગતો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો