તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:ભચાઉમાં કોરોના સંક્રમણમાં વધારો, નવા 5 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામા આવ્યા

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
 • કન્ટેન્મેન્ટ ઝોનમાં અવરજવર પર પ્રતિબંધ મુકવામા આવ્યો

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-19 મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભચાઉ તાલુકાના માય ગામના ક્રિષ્નાનગર વિસ્તારમાં ધનાભાઇ હિરાભાઇ ચાવડાના ઘરથી ખીમાભાઇ લખુભાઇ માતાના ઘરને તા.6 એપ્રિલ સુધી, ભચાઉ નગરપાલિકાના નવાગામ વિસ્તારમાં છગનભાઇ આણંદાભાઇ ડુંગરીયાના ઘરથી વેલજીભાઇ જીવણભાઇ શામળીયાના ઘરને 6 એપ્રિલ સુધી, ભચાઉ તાલુકાના ચોબારી ગામના મોમાયમોરા વિસ્તારમાં રાણીબેન લાલજીભાઇ ઢીલાના ઘરથી મુકેશભાઇ બીજલભાઇ વરચંદના ઘરને તા. 6 એપ્રિલ સુધી, ભચાઉ નગરપાલીકામાં દરબારગઢ વિસ્તારમાં પ્રહલાદસિંહ મહેન્દ્રસિંહ જાડેજાના ઘરથી દેવેન્દ્રસિંહ કે રાણાના ઘર સુધી 6 એપ્રિલ સુધી, ભચાઉ નગરપાલીકાના નવી ભચાઉ વિસ્તારમાં પ્રવિણસિંહ જીલુભા જાડેજાના ઘરથી હઠુભા વિક્રમસિંહ જાડેજાના ઘર સુધીને તા 6 એપ્રિલ સુધી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ 51 થી 58 તથા ભારતીય દંડ સંહિતાની કલમ 188ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભચાઉ-કચ્છ મદદનીશ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી નિધિ સિવાચ દ્વારા ફરમાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો