તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભુજમાં રાવલવાડી રિલોકેશન સાઇટમાં ફૂટપાથ પર લારી, ગલ્લા વાળા દ્વારા કરાતું દબાણ દિવસા-દિવસ વધી રહ્યું છે, જેથી સિનિયર સિટીઝન સહિત રહીશોને આ માર્ગે પસાર થવું મુશ્કેલ બન્યું છે.રાવલવાડી રિલોકેશન સાઇટમાં ત્રિપુરા સુંદરી સર્કલથી-ત્રિમંદિર તરફના રસ્તે ખાલી પ્લોટની બાજુમાં આવેલી ફૂટપાથ પર ખાલી પ્લોટની પાળી છે, જેના પર સ્થાનિક સિનિયર સિટીજનો સવાર-સાંજ બેસતા હોય છે. હાલ આ ફૂટપાથ પર વડાપાઉં, પાંઉભાજી, ગાંઠિયા, ગેરકાયદેસર રીતે પેટ્રોલ વેંચતા લોકોએ પગદંડો જમાવ્યો છે. રાહદારીઓને ટ્રાફિકથી બચવા અને ચાલવા માટે ફૂટપાથ બનાવાય છે.
આ માર્ગ પરથી કારીતાસ, લાભશુભ, માધવનગર, નરનારાયણ નગર-1,2, શિવ આરાધના સહિતની સોસાયટીઓના લોકો પસાર થાય છે, જેથી વહેલી સવારથી મોડી રાત્રિ સુધી આ માર્ગે વાહનોની સતત અવર-જવર રહે છે, જેથી રાહદારીઓને આ માર્ગે પસાર થવા ફૂટપાથ ખાલી રહેવી જરૂરી છે. સિનિયર સિટીઝનોના જણાવ્યા મુજબ તેઓ ધંધાર્થીઓને વ્યવસાય કરવાની ના નથી પાડતા પરંતુ આખેઆખી ફૂટપાથ પર અતિક્રમણ કરતાં અહીંથી રાહદારીઓને પસાર થવું મુશ્કેલ બન્યું છે. રાજકીય વગ હેઠળ દબાણ દિવસા-દિવસ વધતું જાય છે. તંત્ર દ્વારા દબાણ દુર કરાય તેવી પી.એન. સોઢા, અરવિંદ રાઠોડ સહિતના સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.