તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:કચ્છમાં સતત વધતી સાજા થનાર દર્દીઓની સંખ્યા, નવા 170 સંક્રમિત ઉમેરાયા, વિક્રમી 126 એ કોરોનાને હરાવ્યો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નોંધાયેલા કુલ મોતનો અાંકડો 252 ઉપર પહોંચી ગયો !
  • વધુ 4 મોત નોંધાયા
  • ભુજમાં 34, ભચાઉમાં 23, અંજારમાં 22, ગાંધીધામમાં 20, માંડવીમાં 18, અબડાસામાં 17, મુન્દ્રા, રાપરમાં 10-10 પોઝિટિવ

શુક્રવારે વધુ 4 વ્યક્તિના મોત વહીવટી તંત્રના ચોપડે ચડ્યા છે. જેથી કુલ મોતનો અાંકડો 252 ઉપર પહોંચી ગયો છે. જિલ્લામાં વધુ 170 સંક્રમિતોનો ઉમેરો થયો છે, જેથી હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઅોનો અાંકડો 3676 ઉપર પહોંચી ગયો છે. જોકે, વધુ વિક્રમી 126 દર્દી સાજા પણ થયા છે.

શહેરોના 78માંથી ભુજમાં 22, ગાંધીધામમાં 18, અંજારમાં 14, મુન્દ્રામાં 9, માંડવીમાં 8, રાપરમાં 5, ભચાઉમાં 2નો સમાવેશ થાય છે. જ્યારે ગામડના 92માંથી તાલુકા મુજબ જોઈઅે તો ભચાઉમાં 21, અબડાસામાં 17, નખત્રાણામાં 16, ભુજમાં 12, માંડવીમાં 10, અંજારમાં 8, રાપરમાં 5, ગાંધીધામમાં 2, મુન્દ્રામાં 1નો સમાવેશ થાય છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 10751 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 6965 દર્દી સાજા થઈ ગયા છે.

સાૈથી વધુ અંજાર, ભુજ અને ગાંધીધામાં સાજા થયા
કોવિડ હોસ્પિટલમાં શુક્રવારે વિક્રમી 126 દર્દી સાજા થયાનું બતાવાયું છે, જેમાં ભુજ તાલુકાના 38, અંજાર તાલુકાના 31, ગાંધીધામ તાલુકાના 19, નખત્રાણા તાલુકાના 14, માંડવી, મુન્દ્રા તાલુકાના 7-7, લખપતના 4, અબડાસા, રાપર તાલુકાના 3-3નો સમાવેશ થાય છે. અામ, સાૈથી વધુ અંજાર, ભુજ અને ગાંધીધામ તાલુકાના દર્દીઅો સાજા થયા છે. અત્યાર સુધી નોંધાયેલા કુલ પોઝિટિવ દર્દી અને સાજા થનારાની સંખ્યા તાલુકા મુજબ બતાવાય તો લોકોને ઉપયોગી માહિતી પૂરી પાડી શકાય અેમ છે.

ખારીનદીમાં કોરોનાગ્રસ્તને લાકડાથી અંતિમ સંસ્કાર બંધ
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ કોરોનાથી મોતની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે, જેથી શુક્રવારથી ખારીનદીમાં કોરોનાગ્રસ્તને લાકડાથી અગ્નિદાહ અાપવાનું બંધ કરાયું છે. હવે માત્ર ગેસ અાધારિત સ્વર્ગ પ્રયાણ ધામમાં જ કોરોનાગ્રસ્તને અગ્નિદાહ અાપવામાં અાવશે.

18થી 44 વર્ષના કુલ 14497અે રસી લીધી
કચ્છમાં શુક્રવારે 18થી 44 વર્ષની ઉમરના 870 વ્યક્તિઅોને કોરોના સામે રક્ષણ અાપતી રસી અપાઈ હતી. જે સાથે કુલ 14497 નવયુવાનોઅે રસી લીધી છે. કચ્છ જિલ્લામાં કુલ 2 લાખ 28 હજાર 991 વ્યક્તિને રસી અપાઈ ચૂકી છે.

બોલો, જી.કે.માં હજુ પણ વેન્ટિલેટર ઉપલબ્ધ નથી
ભુજમાં સરકારી હોસ્પિટલ જી. કે. જનરલ હોસ્પિટલમાં અોક્સિજનના 417માંથી 213 પથારી ખાલી છે. પરંતુ, વેન્ટિલેટરના 53માંથી અેકેય બેડ ખાલી નથી. જોકે, સમરસ હોસ્ટેલમાં અોક્સિજનના 76માંથી 17 અને વેન્ટિલેટરના 24માંથી 19 બેડ ખાલી બતાવાયા છે.

પરંતુ, સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ પરિવારજનો કોરોનાગ્રસ્ત દર્દીને સમરસ હોસ્ટેલમાં સીધા દાખલ કરવા જાય તો ના પાડી દેવાય છે. માત્ર જી.કે.માંથી દર્દીને સમરસ હોસ્ટેલમાં ટ્રાન્સફર કરવામાં અાવે છે.

અન્ય સમાચારો પણ છે...