ક્રાઇમ:ભુજમાં મોબાઇલ ઉઠાંતરીના વધતા બનાવ

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નાગર ચકલામાં એક વીકમાં હેન્ડ સેટ ઉટાવવાનો બીજો બનાવ

ભુજમાં ખુલ્લા ઘરને ભાળી મોબાઇલની ચોરી કરી જવાના બનાવો વધી રહયા છે, ગત 10મી સપ્ટેમ્બરના મધરાત્રે સરકારી વસાહતમાં ભાડે રહેતા હોટલના રસોયાઓના એક સાથે 6 મોબાઇલો ચોરી જવાનો બનાવ બન્યો હતો ત્યાં ભુજના નાગર ચકલામાં ધોળા દિવસે દોઢ કલાકમાં જ ખુલ્લા ઘરમાંથી મોબાઇલ ચોરી જવાનો બનાવ સામે આવતાં ચકચાર મચી ગઇ છે.

નાગાર ચકલામાં છઠ્ઠીબારી રિંગ રોડ પર નીશપુરી શેરીમાં રહેતા ભારવીબેન ઉત્કર્ષભાઇ વૈદે એ ડિવિઝન પોલીસ મથકમાં મોબાઇલ ચોરાયાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બનાવ મંગળવારે સાંજે સાડા ચાર વાગ્યાથી છ વાગ્યા દરમિયાન બન્યો હતો. તેમનો પુત્ર ઉપરના રૂમમાં અભ્યાસ કરતો હતો દરમિયાન ફરિયાદી બહેને પોતાનો મોબાઇલ ફ્રિઝ પર ચાર્જીંગ પર મુકીને બારણું આડું કરી બજારમાં ગયા હતા. બાદમાં ફરત આવીને જોયું તો, તેમનો મોબાઇલ ચાર્જીંગમાંથી કોઇ અજાણ્યો વ્યક્તિ કાઢી લઇ ગયો હતો. પુત્રને આ બાબતની જાણ થઇ ન હતી તેમજ પાડોશમાં રહેતા બહેન પણ ઘરે આવ્યા હતા. પુત્રએ તેમની મમ્મી બહાર ગઇ હોવાનું જણાવતાં તે ચાલ્યા ગયા હતા. તે વખતે પણ ઘરનું બારણુ ખુલ્લેલું હોવાનું પાડોશી મહિલાએ ફરિયાદી બહેનને જણાવ્યું તપાસ કર્યા બાદ આખરે એ ડિવિઝન પોલીસ મથકમાં તેમનો 3,500ની કિંમતનો મોબાઇલ કોઇ અજાણ્યો શખ્સ ચોરી ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...