તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગેરવ્યવસ્થા:પાલિકામાં 1થી 7 તારીખ સુધીની પાણીના ટેન્કરની વર્ધી પેન્ડિંગ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉપકાર ચડાવવાની રમત : નગરસેવકોને કોલ કરો તો જ સમયસર મળે
  • પૈસા ચૂકવવા છતાં 8મી તારીખથી નવા અોર્ડર નોંધવાનું બંધ : પાણી માટે બુમરાડ

ભુજમાં નગરપાલિકા દ્વારા નળ વાટે પાણી વિતરણ વ્યવસ્થામાં સમસ્યા સર્જાય ત્યારે ટ્રેકટર મારફતે પીવાનું પાણી પહોંચાડવાની વ્યવસ્થા રખાઈ છે. પરંતુ, જૂન માસની 1લી તારીખથી 7મી તારીખ સુધી પૈસા ખર્ચીને વર્ધીઅો નોંધાવનારા રહેવાસીઅોને હજુ સુધી પાણી મળ્યું નથી અને 8મી તારીખથી વર્ધી નોંધવાનું જ બંધ કરી દેવાયું છે, જેથી નળ વાટે પાણી વિતરણ વ્યવસ્થામાં સમસ્યા સર્જાય ત્યારે ટેન્કર મારફતે પાણી પહોંચાડવાનો મુખ્ય હેતુ જ બર નથી અાવતો. કેમ કે, અેવા સમયે પણ પૈસા ખર્ચીને પાણી મંગાવનારા કરતા નગરસેવકોની ભલામણથી મફત પાણી મંગાવનારાની વર્ધી ઉપર જ ધ્યાન અપાય છે. જેની પાછળ નગરસેવકોનો મહત્ત્વ વધારી રહેવાસીઅો ઉપર નગરસેવકોનો ઉપકાર ચડાવવાની રમત છે.

મુખ્ય અધિકારી મૂકપ્રેષક
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઅોમાં ચૂંટાયેલા સદસ્યોઅે માત્ર નીતિ વિષયક નિર્ણયો જ લેવાના હોય છે. વહીવટ તો કર્મચારીઅોઅે જ કરવાનો હોય છે. પરંતુ, ભુજ નગરપાલિકાના વહીવટી કાર્યોમાં નાના કર્મચારીથી મુખ્ય અધિકારી સુધીના મૂકપ્રેષક બની ગયા છે. પાણી વિતરણની વહીવટી વ્યવસ્થા તો નગરસેવકોઅે જ હસ્તગત કરી લીધી છે.

અાવક નહી પણ ખર્ચ વધશે
અેક બાજુ ભુજ નગરપાલિકામાં અાવકના સ્રોત મર્યાદિત છે અને બીજી બાજુ પૈસા ખર્ચીને પાણીના ટેન્કર મંગાવનારાની ઉપેક્ષા કરાય છે, જેથી નગરપાલિકામાં ખર્ચા જ વધવાના છે.

સુષુપ્ત નગરસેવકો જાગે
પૈસા ખર્ચીને પાણીના ટેન્કર મંગાવનારા પણ મતદારો જ છે. અેમણે પણ કોઈને કોઈ નગરસેવકને મત અાપ્યો જ છે, જેથી નગરસેવકોની ફરજ થાય છે કે, અેમના મત વિસ્તારના જે રહેવાસીઅોઅે પૈસા ખર્ચી પાણીના ટેન્કર મંગાવ્યા હોય અેમને વેળાસર પાણી પહોંચતું કરે. નહીંતર પૈસા ખર્ચીને પણ પાણીના ટેન્કર મંગાવનારા તદારો પાસે નગરસેવકોની છાપ ખરડાઈ જશે. 44માંથી અાંગણીના વેઢે ગણાય અેટલા જ નગરસેવકો સક્રીય છે. ખરેખર તો દરેક નગરસેવકે દરરોજ અે ધ્યાન રાખવું જોઈઅે કે પોતપોતાના મત વિસ્તારમાંથી પૈસા ખર્ચી પાણીના ટેન્કર મંગાવનારા કેટલા છે અને અેમને સમયસર પાણી પહોંચતું કરાયું છે કે નહીં.

અન્ય સમાચારો પણ છે...