રજૂઆત:ભુજ અને કંડલાને જોડતી વિમાની સેવાનો વ્યાપ વધારો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છના સાંસદે કેન્દ્રીય ઉડ્ડયનમંત્રી સમક્ષ કરી રૂબરૂ રજૂઆત

ભુજ અને કંડલામાં હવાઇ મથક છે પણ પૂરતી વિમાન સેવા ન હોવાથી તેનો વ્યાપ વધારવા કચ્છના સાંસદે કેન્દ્રીય ઉડ્ડયનમંત્રી સમક્ષ રૂબરૂ રજૂઆત કરી હતી. લોકસભાના શિયાળુ સત્ર દરમ્યાન કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ભારત સરકારના ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની મુલાકાત લઈ ભુજ અને કંડલાને જોડતી વિમાની સેવાના વિસ્તરણ, યાત્રિક સુવિધાઓ વધારવા અને મોરબી જિલ્લામાં એરપોર્ટ બાનવવા માટેની રજૂઆત કરી હતી.

ભુજ અને કંડલામા એરપોર્ટ સુવિધા છે. પરંતુ જરૂરિયાત મુજબની વિમાની સેવા ઉપલબ્ધ નથી. અમદાવાદ, મુંબઈ અને દિલ્હી તેમજ દેશના અન્ય પ્રાંતો સાથે વિમાની સેવા વધારવા અને નવી શરૂ કરવા રજૂઆત કરી હતી. સિરામિક સેનિટેશન, ઘડિયાળ, હીરા સહિતના ઉદ્યોગો ધમધમે છે એવા મોરબીમાં એરપોર્ટ સુવિધાજ નથી માટે અધતન એરપોર્ટ બનાવવા માગ કરી હતી. ઉડ્ડયન મંત્રીએ સકારાત્મક પ્રતિભાવ આપતાં રજૂઆતને લક્ષ માં લેવાશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...