તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખડીરની વિટંબણા:અધુરા કામો પૂર્ણ થવાનું નામ જ નથી લેતા

કકરવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધોળાવીરા વૈશ્વિક વિરાસત જાહેર થવાની છે ત્યારે આ વિસ્તારમાં પાયાના પ્રશ્નો પ્રત્યે દાખવવામાં આવી રહી છે લાપરવાહી
  • ઘડુલી-સાંતલપુર માર્ગનું કામ 10 વર્ષથી ટલ્લે ચડ્યું
  • પ્રજાકીય પ્રતિનિધિઅોનું ઉપલી કક્ષાઅે કાંઇ ઉપજતું ન હોય તેમ અા પંથક નધણીયાતું

અૈતિહાસિક ધરોહર ધોળાવીરાને વૈશ્વિક વિરાસત જાહેર કરવામાં અાવનાર છે ત્યારે ખડીર પંથકની વિટંબણા કહો કે, ચૂંટાયેલા પ્રજાકીય પ્રતિનિધિઅોનું ઉપલી કક્ષાઅે કાંઇ જ ઉપજતું હોય તેમ અા પંથકમાં અધુરા કામો પૂર્ણ થવાનું નામ જ નથી લેતા. કચ્છના બીજા પ્રવેશદ્વાર સમાન અતિ ઉપયોગી ઘડુલી-સાંતલપુર માર્ગનું કામ 10 વર્ષથી ટલ્લે ચડી રહ્યું છે. અા ઉપરાંત પાયાના પ્રશ્ને પણ લાપરવાહી તો ખરી જ.

ભચાઉ તાલુકાના રણબેટ ખડીરનું નામ અાવે અેટલે દરેકના માનસ પટ પર પૂરાતન નગરી ધોળાવીરા ઉપસી અાવે તે સ્વાભાવિક છે પરંતુ ખડીર પંથકમાં પાયાના પ્રશ્નો હજુ પણ વણઉકેલ્યા રહ્યા છે. ઘડુલીથી-સાંતલપુર રોડનું કામ ચાલુ થયાને અેકાદ દાયકાથી વધુ સમય થવા અાવ્યો છે. માંડ કામ ચાલુ થયું ત્યાં ગુલાબી ધોમડાના કારણે કામ બંધ થઇ ગયું અને હવે ચોમાસાના પગલે બંધ રહેતાં સરકાર દ્વારા કામ પૂર્ણ કરવા માટે વધારેલી અવધિ દરમ્યાન પણ અા કામ પૂર્ણ થાય તેવી કોઇ શક્યતા હાલની સ્થિતિઅે જણાતી નથી.

અેકલ-બાંભણકા માર્ગ એટલે મુગેરીલાલના હસીન સપના જેવું
ખડીરનો સાૈથી પ્રાણ પ્રશ્ન અેકલ-બાંભણકા માર્ગનો પ્રશ્ન વર્ષોથી વણઉકેલ્યો રહ્યો છે. સમગ્ર ભારતમાં સંભવત ખડીર અેવો વિસ્તાર છે, જયાંથી સ્થાનિક લોકોને પોતાના તાલુકા મથકે પહોંચવા ટૂંકા માર્ગની વ્યવસ્થા નથી. હાલે વાયા રાપર થઇને 150 કિ.મી.નું અંતર કાપીને તાલુકા મથક ભચાઉ જવું પડે છે અને જિલ્લા મથક ભુજ જવા 250 કિ.મી.નું અંતર કાપવું પડે છે. અેકલ-બાંભણકા માર્ગ બની જાય તો લોકો ઝડપથી તાલુકા મથકે પહોંચી શકે છે. અા વિસ્તાર હંમેશાં સત્તાપક્ષના સમર્થનમાં રહ્યો છે તેમ છતાં પણ ખાસ કોઇ ફર્ક પડ્યો નથી.

ચાંપારનો માર્ગ મંજૂર થયો પરંતુ બન્યો નહીં
કલ્યાપણ જૂથ ગ્રામપંચાયત હેઠળ અાવતું અને કચ્છમાં 100 ટકા અનુસૂચિત જાતિની વસ્તી ધરાવતું અેકમાત્ર ચાંપાર ગામ માટેનો રોડ તો મંજૂર થયો તેનો લાંબો સમય થવા અાવ્યો છે અને હવે ચોમાસું બેસી ગયું પરંતુ અા માર્ગ હજુ સુધી બન્યો નથી.

ખેતી માટે નર્મદા નીર કયારે નસીબ થશે ?
નર્મદાના પીવાના પાણી હજુ અમરાપરથી અાગળ ગયા નથી અને નવેસરથી નવી યોજના બની છે, જેનાથી ખડીર પંથકને પીવાના પાણી અપાશે પરંતુ કયારે ? તે સંબંધે કોઇ ચોક્કસ રીતે કાંઇ કહી શકે તેમ નથી. અહીં નર્મદા કેનાલમાંથી વૈકલ્પિક વ્યવસ્થા કરાય તો ખડીર પંથક કાયમને માટે હરિયાળું બની જાય તેમ છે.

પશુપાલન ક્ષેત્રે પણ ખડીર વિકસી શકે છે
અા પંથક પશુપાલનના વ્યવસાયમાં પણ વધુ વિકસી શકે છે. જો કે વારંવારના દુકાળના પગલે પશુધનની સંખ્યા ઘટી રહી છે. ખડીરની રખાલ અને પડતર જમીનમાં મોટાપાયે ઘાસચારા થકી પશુપાલનનો વ્યવસાય વધુ ફૂલેફાલે તેમ છે. દુષ્કાળ અને પ્રોત્સાહનના અભાવે સ્થાનિક નસ્લની ગાય, બકરા, ઊંટની સંખ્યા અાંગળીના વેઢે ગણી શકાય તેટલી છે. ઘાસચારાના અભાવે વન્ય પ્રાણીઅો પણ નામશેષ થવાના અારે છે. ઉપરાંત કિંમતી અને ઉપયોગી વૃક્ષોની સંખ્યા પણ હવે નજીવી છે, જેને હવે જરૂર માત્ર નર્મદાના નીરની છે.

અનુ. જનજાતિની 100 ટકા વસ્તી ધરાવતા ચાંપારનો માર્ગ મંજૂર થયો પરંતુ બન્યો નહીં
કલ્યાપણ જૂથ ગ્રામપંચાયત હેઠળ અાવતું અને કચ્છમાં 100 ટકા અનુસૂચિત જનજાતિની વસ્તી ધરાવતું અેકમાત્ર ચાંપાર ગામ માટેનો રોડ તો મંજૂર થયો તેનો લાંબો સમય થવા અાવ્યો છે અને હવે ચોમાસું બેસી ગયું પરંતુ અા માર્ગ હજુ સુધી બન્યો નથી.

ઘડુલી-સાંતલપુર માર્ગે માટી પાથરી વીમો પકાવવાની પેરવીનો ગંભીર અાક્ષેપ
ઘડુલી-સાંતલપુર માર્ગના ચાલતા કામમાં રણ વિસ્તાર અેટલે કે, ધોળાવીરા-કાઢવાંઢ વચ્ચે 8 કિ.મી.ના રસ્તાનું કામ અઘરું છે અને ત્યાં માત્રને માત્ર માટી પાથરી દેવામાં અાવી છે અને અંદાજે પાંચેક કિ.મી. રોડના બે છેડા ભેગા જ નથી કર્યા. જેથી માટીકામ કરતી અેમ.કે.8 નામની કોન્ટ્રાક્ટર પાર્ટીઅે વરસાદની રાહ જોઇ અા કામ પૂર્ણ ન કરી, વરસાદમાં અા માર્ગ ધોવાઇ ગયો હોવાનું ખપાવી વીમો પકાવવાની પેરવી કરી રહી હોવાના ગંભીર અાક્ષેપો પણ સ્થાનિક લોકો દ્વારા ઉઠી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...