તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:પાવરપટ્ટીમાં અપૂરતી બેન્કિંગ સુવિધાથી લોકોને પડતી હાલાકી

નિરોણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બિબ્બર, વંગમાં નવી શાખા ખોલવા ઉઠતી માંગ
  • નિરોણા અને સુમરાસર બેંક પર વધારે પડતો મદાર

રૂદ્રમાતા જાગીરથી થાન જાગીર સુધી વિસ્તરેલા વિશાળ પાવરપટ્ટી પંથકમાં માત્ર નિરોણા અને સુમરાસર સિવાય અન્ય કોઇ જગ્યાઅે બેન્કની વ્યવસ્થા ન હોઇ લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. નિરોણાની બેંક અોફ ઇન્ડિયા શાખા સિવાય અાસપાસ સહકારી કે, રાષ્ટ્રીયકૃત બેંક ન હોવાથી અહીં 15થી 20 ગામોના લોકોનો સતત ધસારો રહે છે.

સરકારે તમામ ચુકવણા બેંક મારફતે કરવાનો અાદેશ કરતાં દૂધના ચુકવાણા, સામાન્ય નાણાકીય વ્યવહાર, છાત્રોની શિષ્યવૃત્તિ, કિસાન સન્માન નિધિ, ગરીબ કલ્યાણ નિધિ વગેરેના યોજનાના કારણે સામાન્ય નાગરિકથી માંડીને સાધન-સંપન્ન લોકોને અા બેંક પર વધારે ધસારો જોવા મળે છે. અાવામાં ગ્રામ્ય વિસ્તારમાં અપૂરતા સ્ટાફના કારણે ગ્રાહકોની મુશ્કેલી વધી જાય છે.

પાક ધિરાણ માટે પણ ખેડૂતોને હાલાકી વેઠવી પડે છે. પાક ધિરાણની રકમ સમયસર ન મળતાં ખેડૂતોને ના છૂટકે વધુ વ્યાજે સાહુકારો પાસેથી રૂપિયા લેવા પડે છે. કયારેક લાંબી લાઇનોમાં ગ્રાહકોને તડકામાં ઉભા રહેવું પડે છે. બેન્ક દ્વારા છાંયડાની પણ વ્યવસ્થા કરાતી ન હોવાની રાવ ઉઠી છે. વધુમાં સુમરાસર શેખમાં અાવેલી દેના બેન્કમાં પણ ઝુરા, લોરિયા, સુમરાસર, ઢોરી, કુનરિયા સહિતના ગામોના ખાતા હોઇ દૂધના ચુકવણા સમયે ભારે ભીડ થતી હોવાનું પશુપાલક વિરમ અાહીરે જણાવયું હતું.

અન્ય સમાચારો પણ છે...