તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગેરકાયદેસર રેતીનું ખનન:પાવરપટ્ટીમાં રેતી ચોરીના મૂળ સુધી પહોંચવામાં તંત્ર નિષ્ક્રિય

નિરોણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નિરોણાની નદીમાં બેરોકટોક થતી રેતીચોરી
 • 5 હજાર ચો. મી.માં 7થી 8 ફૂટ ઉંડાઇ સુધી રેતી ઉપાડાઇ

પાવરપટ્ટીના નિરોણા ગામની ભરૂડ નદીમાં લાંબા સમયથી બેરોકટોક રેતી ચોરી થઇ રહી છે તેવામાં ખાણ ખનીજ વિભાગ અને પોલીસ દ્વારા દેખાડવા પૂરતી કામગીરી કરાતી હોય તેમ ક્યારેક ચોરી પકડવામાં આવે છે અને ત્યાર બાદ યોગ્ય તપાસ ન કરાતી હોવાના આક્ષેપો ઉઠ્યા છે.

સામાન્ય રીતે ખનીજ ચોરી પકડાય તે સ્થળે માપણી કરીને કેટલા મેટ્રિક ટનની ચોરી થઇ છે તેના આધારે દંડ ફટકારાય છે પણ અહીં આવી તપાસ કરવાના બદલે વિવિધ વિભાગો સાથે તાલમેલ કરીને રેતી ચોર મામૂલી રકમ ભરીને છૂટી જાય છે. જ્યાંથી રેતી ભરવામાં આવે છે તે સ્થળે ભાસ્કરની ટીમે મુલાકાત લેતાં 5 હજાર ચોરસ મીટર વિસ્તારમાં 7થી 8 ફૂટ ઉંડાઇ સુધી રેતી ઉપાડાઇ હોવાનું સ્પષ્ટ રીતે જણાતું હતું. આટલા મોટા પ્રમાણમાં ખનન થયું હોવા છતાં પોલીસ કે ખાણ ખનીજ વિભાગને તે કેમ દેખાતું નહીં હોય તેવો સવાલ થાય છે.

સૂત્રોના આક્ષેપ સાચા માનીએ તો ખુદ ગ્રામ પંચાયતના સદસ્યના પરિજનો રેતીનું ખનન કરતા હોઇ વહીવટી તંત્ર પર દબાણ કરવામા આવે છે. અગાઉ આ પંથકમાં કોઇને ઘર બાંધકામ કે અન્ય નાના મોટા ચણતર માટે રેતી જોઇતી હોય તો સેવાભાવી ખેડૂતો પોતાના ટ્રેક્ટર-ટ્રોલી દ્વારા ટોકન દરે પહોંચાડતા હતા પણ ગ્રામ પંચાયતના સદસ્યના પરિવારે રાજકીય વગ વાપરીને આ સેવા પ્રવૃત્તિ બંધ કરાવી દીધી છે.

અખબારમાં મામલો ચમકતાં હવે રાત્રે ચોરી થાય છે
તા. 25 ડિસેમ્બરે પોલીસે રેતી ભરેલા નંબર વિનાના ટ્રેક્ટર અને ટ્રોલી પકડી પાડ્યા હતા જે અંગે સમાચાર પ્રકાશિત થયા બાદ રેતી ચોરોએ આ ગેર પ્રવૃત્તિ દિવસે બંધ કરીને રાત્રે ચાલુ કરી હોવાનું સૂત્રો કહી રહ્યા છે. આ ટ્રેક્ટરને છોડાવવા માટે રેત માફિયાઓની સાથે ગ્રામ પંચાયતના કેટલાક સભ્યોએ આખો દિવસ પોલીસ સ્ટેશનના ચક્કર લગાવ્યા હતા. જે રેતી પકડાઇ હતી તે ખેતરમાં વપરાતી હોવાના બનાવટી આધાર પુરાવાઓ રજૂ કરાયા હતા પણ પોલીસે તમામ તપાસ ખાણ ખનીજ વિભાગને સોંપાઇ હોવાનું જણાવતાં માફિયાઓ અને ટેકેદારો વીલા મોઢે પરત ફર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો