તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકીય ગરમાવો:વોર્ડ 11માં કોંગ્રેસના મહિલા ઉમેદવારે પણ નામાંકન ખેંચ્યું

ભુજ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સસ્તા અનાજની દુકાન બંધ કરવાની ધમકીથી ગભરાઈ પગલું ભરાયાનો અાક્ષેપ

ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં મંગળવારે નામાંકન પત્ર પાછું ખેંચવાની છેલ્લી તારીખ હતી, જેમાં વોર્ડ નંબર 11માં કોંગ્રેસના વધુ અેક મહિલા ઉમેદવારે નામાંકન પત્ર પાછું ખેંચ્યાના હેવાલ છે. વોર્ડ નંબરમાં 9માં કોંગ્રેસના પુરુષ ઉમેદવાર પોતાની જ પેનલની બંને મહિલા ઉમેદવારના નામાંકન પત્ર લઈ ગૂમ થઈ ગયો હતો. જે બાદ ફોર્મ ચકાસણી સમયે કોંગ્રેસના બાકી રહેતા અન્ય અેક પુરુષ ઉમેદવારના નામની દરખાસ્ત કરનાર ટેકેદારે સોગંદનામામાં પોતાની સહી ન હોવાનું જણાવ્યું હતું, જેથી વોર્ડ નંબર 9માં ભાજપના 4 ઉમેદવાર સામે કોંગ્રેસનો અેકેય ઉમેદવાર મેદાનમાં નથી.

અે સિવાય અન્ય પાર્ટી કે અપક્ષે તો ઉમેદવારી નોંધાવી જ ન હતી, જેથી ભાજપને વોર્ડ નંબર 9ની ચારેચાર બેઠકો બિનહરીફ મળી ગઈ છે. અે અાઘાતમાંથી કોંગ્રેસ બહાર અાવે અે પહેલા તો વોર્ડ નંબર 11માં પણ કોંગ્રેસની પેનલના 4 ઉમેદવારોમાંથી 1 મહિલા ઉમેદવાર દિપાલી/દિપ્તી ગુંસાઈઅે મંગળવારે નામાંકન પત્ર પાછું ખેંચવાની તારીખની અંતિમ ઘડીઅે પોતાનું નામાંકન પત્ર પાછું ખેંચી લીધું છે, જેથી કોંગ્રેસને વધુ અેક અાઘાત સહન કરવાનો વખત અાવ્યો છે. જોકે, અામ અાદમી પાર્ટીના ઉમેદવારો મેદાનમાં છે, જેથી ભાજપને વોર્ડ નંબર 11માં અેકેય બેઠક બિનહરીફ મળી નથી. અામ, હવે ભુજ નગરપાલિકાની 44 બેઠક ઉપર ભાજપ સામે કોંગ્રેસના ફકત 39 ઉમેદવાર જ મેદાનમાં બાકી રહ્યા છે. જે બાબતે કોંગ્રેસે અાક્ષેપ કર્યો છે કે, મહિલા ઉમેદવારના સગાની સસ્તા અનાજની દુકાન બંધ કરાવી દેવાની ધમકી મળી હતી, જેથી કોંગ્રેસની મહિલા ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું છે.

જોકે, અે બાબતે ખરાઈ કરવા મહિલાનો તો સંપર્ક સંભવ નહોતો બન્યો પણ તેમના સસરા મહેશે જણાવ્યું હતું કે, ભાજપમાં હરીફ ઉમેદવાર સંબંધમાં છે, જેથી ફોર્મ પાછું ખેંચ્યું છે. કોના કહેવાથી ખેંચ્યું છે અેવું પૂછતા તેમણે જણાવ્યું હતું કે, અશોક પટેલના કહેવાથી ખેંચ્યું છે. જોકે, ભુજ શહેર ભાજપ પ્રમુખ શીતલ શાહે અાક્ષેપો બેબુનિયાદ જણાવ્યા હતા. અેમણે કહ્યું કે, ફોર્મ ભરાયા ન હોય. રદ થયા હોય અને કોઈઅે સામેથી ખેંચ્યું હોય અેમા ભાજપ શું કરે.

જનતા સાથે વિશ્વાસઘાત : રવિ ત્રવાડી
ભુજ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને વોર્ડ નંબર 10ના કોંગ્રેસના ઉમેદવાર રવિન્દ્ર ત્રવાડીઅે જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 9માં કોંગ્રેસના 4માંથી 3 ઉમેદવારના ફોર્મ સાથે ઉમેદવારને ગૂમ કરી દેવો અને બાકી 1 ઉમેદવાર ઉપરાંત વોર્ડ નંબર 11ના 1 ઉમેદવાર પાસેથી ધામધમકી કરી ફોર્મ પાછું ખેંચાવવું અે ભાજપે જનતા સાથે વિશ્વાસઘાત કર્યો કહેવાય. કેમ કે, પ્રજાના પ્રતિનિધિ કોને બનાવવા અે અધિકાર માત્ર જનતા પાસે છે. ભાજપ પાસે નથી. ભાજપે જનતાના અધિકારો છિન્નવી લીધા છે. પ્રજા જ ભાજપને સબક શીખવાડશે. માજી વિપક્ષીનેતા રાજેન્દ્રસિંહ જાડેજાઅે કહ્યું હતું કે, ભાજપે માફિયાગીરી કરી છે. પ્રજા સાથે દ્રોહ કર્યો છે. ભાજપને લોકશાહી નહીં પણ સરમુખ્યારશાહી જોઈઅે છે. પ્રજાઅે ચેતવાનો સમય અાવી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો