તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:વોંધમાં પરિણીતાએ ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાચુંડામાં ચા બનાવતા દાઝેલા યુવાનનું મોત

અબડાસા તાલુકાના ભાચુંડા ગામે ગત 5 ઓગષ્ટના રાત્રીના ચા બનાવતાં દાઝી ગયેલા યુવાનને સારવાર દરમિયાન અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં સોમવારે સવારે દમ તોડ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ભાચુંડા ગામે રહેતા મહેશભાઇ વેરશીભાઇ ભાનુશાલી (ઉ.વ.35) ગત 5 ઓગષ્ટના રાત્રીના મચ્છરોથી બચવા હાથમાં કેરોસીન લગાડ્યું હતું. દરમિયાન પ્રાઇમસ પર ચા મુક્તી વખતે ભડકો થતાં હાથ પગમાં દાઝી ગયા હતા. જેમને સારવાર માટે પ્રથમ ભુજ જી.કે.માં દાખલ કરાયા બાદ વધુ સારવાર માટે અમદાવાદ સીવીલમાં રિફર કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન સોમવારે અંતિમ શ્વાસ લીધો હતો. કોઠારા પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી કરી છે.

વોંધની મહારાષ્ટ્ર કોલોનીમાં રહેતા 35 વર્ષીય શાંતિબેન ભોજાભાઇ વાઘેલાએ ગત સાંજે 7 વાગ્યાના અરસામાં પોતાના ઘરે દુપ્પટો બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો. તમેના પતિ ભોજાભાઇ પ્રેમજીભાઇ ભચાઉ સીએચસી લઇ આવ્યા હતા. તબીબે મૃત જાહેર કરી ભચાઉ પોલીસ મથકે જાણ કરી હતી. જો કે કયા કારણોસર આ પરિણીતાએ અંતિમ પગલું ભર્યું તે કારણ જાણી શકાયું નથી. તપાસ પીએસઆઇ એમ.એમ.જોષી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...